પાલનપુરમાં અનાથ બાળકને અમેરિકાના દંપતીએ દત્તક લીધું, નવા માતા-પિતા સાથે નવા દેશમાં રહેશે

બનાસકાંઠાના પાલનપુરના એક અનાથ બાળકને અમેરિકાના દંપતી દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. જે બાળક ને બે વર્ષ અગાઉ જન્મતાની સાથે જ તરછોડવામાં આવ્યું હતું તે બાળક હવે નવા નામ અને નવા માતા-પિતા સાથે અમેરિજ દેશમાં જશે. પાલનપુરના અનાથ આશ્રમમાં રહેનાર એક બાળકને અમેરિકાના દંપતી દ્વારા દત્તક લેવામાં આવતા તે હવે અમેરિકામાં રહેશે. જ્યારે બાળકનું નામ નીરજ રહેલું છે.

નીરજના જન્મના લીધે અમેરિકન માતા-પિતા મળવા સુધી સફરની વાત કરવામાં આવે તો, 20 માર્ચ 2019 ના રોજ રાત્રે 8.30 કલાકે પાલનપુર ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાના મુખ્ય ગેટ આગળ રાખવામાં આવેલ પારણામાં કોઇ અજાણી વ્યક્તિ નવજાત બાળકને મૂકી ચાલ્યો ગયો હતો. જેની જાણ સંસ્થાના કર્મચારીને થતાં જ તાત્કાલિક ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેનને જાણ કરાઈ અને બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા તે સમયે આ અનાથ બાળકનું નામ નીરજ રાખવામાં આવ્યું હતું. જન્મ સમયે બાળક નીરજનું વજન માત્ર 900 ગ્રામ હોવાથી તેને 20 માર્ચ 2019 થી 15 એપ્રિલ 2019 એટલે કે 27 દિવસ સુધી સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યું હતું.

એમ.આર.આઇ. કરાવ્યા બાદ વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા. મેડિકલ ટેસ્ટ અને સારવાર કરાવતા દરમિયાન જાણ થઈ કે બાળક નીરજ અધુરા મહિને જન્મેલ હોવાથી મગજના લકવાની બીમારી રહેલી છે. તેથી આ બાળકને સ્પેશ્યલ નીડ જાહેર કરાયું હતું. બાળક નીરજને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા લીગલી ફ્રી ફોર એડોપ્શવન જાહેર કરતાં દત્તક આપવાની પ્રક્રિયા માટે મુકાઈ હતું.

બાળક નીરજ સ્પેશ્યલ નીડ બાળક હોવાથી ગાઇડલાઇન અનુસાર, ઇન્ટરકન્ટ્રી એડોપ્શન માટે ઉપલબ્ધ કરાયું હતું. જેમાં અમેરિકાના દંપતી લોરીઅન્સ ઓલીવર વોઘન અને તેમની પત્ની મેડલીન ડોરી વોઘન દ્વારા બાળક નીરજને દત્તક લેવા માટે પસંદ કરવામાં આવ્યું હતું. આ બાળક નીરજનું નવું નામ જોશિયા નિરજ બોઘન રખાયું છે.

બાળક દત્તક આપવા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જેનું આ દુનિયામાં કોઇ નહોંતુ તેને નવા માતા-પિતા, નવા દેશ સાથે નવુ જીવન મળ્યું છે. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના અધ્યક્ષ અનિકેતભાઇ ઠાકર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.કે.જોષી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ર્ડા. એન.વી.મેણાત સહિત સંસ્થાના બાળકો અને કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

Scroll to Top