ગોવામાં ઓક્સિજનના અભાવ ના કારણે દર્દીઓનાં મોતનાં કિસ્સા વધી રહ્યાં છે. ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પણ દર્દીઓના મોત થવાનો સિલસિલો ચાલુ છે. ઓક્સિજનના અભાવને કારણે અહીં દાખલ કરાયેલા આઠ વધુ કોરોના દર્દીઓનું મોત નીપજ્યું છે. ત્યાર બાદ મેડિકલ કોલેજમાં ઓક્સિજનના અભાવને કારણે કુલ 83 કોરોનાના દર્દીઓના મૃત્યુ થઈ ચુક્યા છે.
પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ તેમાં સર્વાધિક મોટ મોડી રાત્રે બે વાગે અને સવારે 6 વાગ્યાની વચ્ચે થઈ હતી. જ્યારે હોસ્પિટલમાં મોટા ભાગના ડોક્ટર્સનું કહેવું છે કે, આ મોત ઓકિસજનના કારણે નહીં, પરંતુ કોરોનાના કારણે થયેલ ન્યુમોનિયાના કારણે થઈ છે.
આ વાત ગોવા મેડિકલ કોલેજના ડીન ડો એસએમ બાંડેકરે પણ જણાવી છે. તેમના અનુસાર મોતનું કારણ ઓક્સિજન સ્પલાઈમાં અવરોધ હોઈ શકે નહીં, પરંતુ મોટા ભાગના દર્દીઓના મોત ન્યુમોનિયાથી થયા છે. તેની સારવારમાં ઓકિસજનની જરૂરત હોય છે.
પરંતુ નર્સ અને દર્દીઓના પરિવારજનોએ જાણકારી આપી છે કે, સંપૂર્ણ રાત ઓક્સિજનની ઉપલબ્ધતામાં અસ્થિરતા જોવા મળી હતી. હોસ્પિટલ તરફથી તૈયાર ઓક્સિજનના સેન્ટ્રલ પાઇપલાઈનમાં લોકોથી એ જાણવા મળ્યું છે કે, હોસ્પિટલના 13 મ આ વોર્ડમાં ઓક્સિજનની ઉણપ ઉભી થઈ હતી. સૌથી લાંબા અંતરાલ માટે વોર્ડ 149 માં ઓક્સિજનની ઉણપ ઉભી થઈ હતી. ત્યાં તે 90 મિનિટ રહી હતી.
હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે, તેમ છતાં ત્યાં વર્તમાન ઓક્સિજન સિલેન્ડર્સના કારણે મોટી સંખ્યામાં થનાર મોતોને રોકવામાં આવ્યા છે.
ગોવા મેડિકલ કોલેજમાં કોરોના દર્દીઓનાં મોતનાં મામલે રાજ્યનાં આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણેએ જણાવ્યું હતું કે, ઓક્સિજન સપ્લાયમાં ઘટાડાને આ મૃત્યુ સાથે જોડવું ન જોઈએ. તેમણે આ અગાઉ તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે, ગોવા મેડિકલ કોલેજમાં 26 દર્દીઓનાં મોત ઓક્સિજનના અભાવે થયા હતા. તેમણે આની તપાસ માટે હાઈકોર્ટને વિનંતી કરી હતી.