આ છોડ ઘર આંગણે વાવવાથી 80% ઓક્સિજન મળી રહે છે, જાણો ઓક્સિજન આપતા આ છોડ વિશે રસપ્રદ માહિત

કોરોનાકાળમાં આપણા સૌને ઘણા બધા અનુભવ થયા પરંતુ એક સારો અનુભવ એ થયો કે આપણા જીવન માટે ઓક્સિજનની કેટલી જરૂર છે તેના વીશે આપણાને ખ્યાલ આવી ગયો ઓક્સિજનની હાલ જે કમી વર્તાઈ રહી છે તેના પાછળ વિશેષજ્ઞોનું માનવું છે કે હરિયાળી આપણે ધરતી પર દીવસેને દીવસે ઓછી થઈ રહી છે જેના કારમે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે.

જો તમે પણ ઓક્સિજનું મહત્વ સમજી ગયા છો. તો પછી તમે ઘરની પાસે એવા છોડ ઉગાડવાનું શરૂ કરો જેના કારણે તમારા ઘરની આપપાસ ઓક્સિજન રહેશે. પ્રકૃતિ સાથે જોડાયને તમને બધાજ પ્રકારની બિમારીઓથી રાહત મળી રહેશે.

કોરોના સંક્રમણ વચ્ચે આજે અમે તમને અમુક એવા છોડ વીશે માહિતી આપીશું જેના નામતો તમે સાંભળ્યા હશે પરંતુ તેના વીશે તમે કદાચજ સંપૂર્ણ રીતે માહિતગાર હશો. વૃક્ષો આપણા જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. સાથેજ પૃથ્વી પર ઓક્સિજનની માત્રાપણ પૂરી પાડતા હોય છે. તે પોતે કાર્બન ડાયોકસાઈડ લેતા હોય છે. જ્યારે આપણાને ઓક્સિજન પૂરો પાડે છે.

આપને જાણીને આશ્ચર્ય થશે કે વડનું ઝાડ જો આપણી આસાપાસ હોય તો આપણાને ઘણો ફાયદો મળી રહેતો હોય છે. કારણકે વડનું ઝાડ પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન આપતું હોય છે.તે સિવાય વડના ઝાડમાં ઘણા ખરા ઓષધિય ગુણો પણ રહેલા હોય છે. મોટા ભાગના વૃક્ષો રાત્રીના સમયે ઓક્સિજનને મોટા પ્રમાણમાં છોડતા હોય છે.

તે સીવાય પણ લીમડાનું ઝાડ પણ જો તમે તમારા ઘર આંગણે વાવશો તો તેનાથી પણ તમને ઘણો લાભ મળી રહેશે. ખાસ કરીને લીમડાના ઝાડને કારણે પ્રદુષણ પણ ઘણું ઓછુ થતું હોય છે. તે સિવાય પણ પીપળાના ઝાડને કારણે પણ તમને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહેતો હોય છે. તે સિવાય પિપળાના ઝાડથી તો તમને ગંભીર બિમારીઓ સામે પણ રક્ષમ મળી રહેતું હોય છે.

સાંભળીને તમને નવાઈ લાગશે કે પીપળાના ઝાડને કારણે તમને અસ્થમા, કબજિયાત, ડાયાબિટીસ વગેરે જેવી સમસ્યાઓમાંથી રાહત મળી રહેતી હોય છે. પરંતુ તમને વધારે નવાઈ તો વાસના ઝાડ વિશે જ્યારે સંપૂર્ણ માહિતી જાણશો ત્યારે થશે.કારણકે ઘરની પાસે વાંસનું ઝાડ લગાવાથી તમને 70 ટકા વધારે ઓક્સિજન મળી રહેતો હોય છે.

વાંસનું ઝાડ 80 ટન કાર્બનડાયોક્સાઈડ તેનામાં લઈ લેતું હોય છે. તેના પાછળનું કારણ છે કે વાંસ મૂળ રૂપથી ઘાસનો છોડ છે. જેથી તેની સંરચના કઈક એવા પ્રકારની હોય છે. કે જેના કારણે તમને ફાયદો મળી રહેતો હોય છે. વાંસનુ  ધાડ 120 વર્ષ સુધી જીવતું રહી શકે  થે. સાથેજ બિજા વૃક્ષોની સરખામણીએ તેનામાંથી 80 ટકા જેટલો ઓક્સિજન મળી રહેતો હોય છે.

ઉલ્લેખનીય છે કે તમે ઘરની અંદર પણ કોઈ એક નાનો છોડ રાખી શકો છે. જેના કારણે ઘરમાં વાતાવરણમાં તાજગી વાળું રહેશે. ખાસ કરીને લોકો મોટા ભાગે ઘરમાં મની પ્લાન્ટ,એલોવેરા જેવા છોડ રાખતા હોય છે. જેથી ઘરમાં વાતાવરણ શુદ્ધ રહે.

Scroll to Top