પદ્મ પુરસ્કારોની જાહેરાત, દેશમાં પદ્મશ્રી માટે કુલ 107 લોકોની પસંદગી

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની જાહેરાત અનુસાર CDS બિપિન રાવત અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત થશે. તો કુલ 17 લોકોને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

પદ્મ પુરસ્કારોની જાહેરાત થઇ છે જે અંતર્ગત દેશમાં પદ્મશ્રી માટે કુલ 107 લોકોની પસંદગી કરવામાં આવી છે. દેશમાં પદ્મભૂષણ માટે કુલ 17 લોકોની પસંદગી કરવામાં આવી છે. દેશમાં પદ્મવિભૂષણ માટે કુલ 4 લોકોની પસંદગી કરવામાં આવી છે. ત્યાં જ ગુજરાતમાંથી 6 લોકોને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. ડો.લતા દેસાઈ,મેડિસિન ક્ષેત્ર પદ્મશ્રી, માલજી દેસાઈ જાહેર સેવા પદ્મશ્રી, ખલીલ ધનતેજવી સાહિત્ય-શિક્ષણ (મણોપરાંત) પદ્મશ્રી, સવજી ધોળકીયા સામાજિક સેવા પદ્મશ્રી અને રમિલા ગામીત સામાજિક ક્ષેત્ર પદ્મશ્રી, જયંત વ્યાસ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ પદ્મશ્રી એનાયત કરાશે.

કુલ ચાર લોકોને મળશે પદ્મ વિભૂષણ

પ્રભા અત્રે
રાધેશ્યામ ખેમકા (મરણોપરાંત્ત)
જનરલ બિપિન રાવત (મરણોપરાંત્ત)
કલ્યાણ સિંહ (મરણોપરાંત્ત)

આ સાથે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, અલ્ફાવેટના સીઈઓ સુંદર પિચાઈ, એસઆઈઆઈના એમડી સાઇરસ પૂનાવાલાનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવશે. ઓલિમ્પિયન નીરજ ચોપડા, પ્રમોદ ભગત અને વંદના કટારિયા તથા ગાયક સોનૂ નિગમનું પદ્મ શ્રીથી સન્માન કરવામાં આવશે.

Scroll to Top