Ahmedabad

પાડોશમાં રહેનાર યુવકના પ્રેમ પડવું પરિણીતાને પડ્યું ભારે, ગર્ભવતી બનાવી પ્રેમી ફરાર થઈ ગયો

અમદાવાદના નારોલમાંથી પતિ, પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે સંતાનની માતાને પાડોશમાં રહેનાર યુવકથી પ્રેમ થઈ ગયો હતો હતો. જેના કારણે તેને તેના પતિને છોડી દીધો હતો. પરંતુ આ તેને જ ભારે પડ્યું છે. કેમકે જે યુવક માટે પરિણીતાએ પોતાના પતિને છોડ્યો તે તેને ગર્ભવતી બનાવી ભાગી ગયો છે.

આ સમગ્ર ઘટનામાં જાણવા મળ્યું છે કે, પરિણીતાએ જે યુવકને પસંદ કર્યો હતો તેને જીવનભર રાખશે પરંતુ તેવું બની શક્યું નહોતું. પ્રેમીએ પરિણીતાને લગ્ન કરવાની લાલચ આપવાની સાથે અનેક વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ પરિણીતા ગર્ભવતી બની ગઈ હતી. જ્યારે પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાના બદલે તેને તરછોડી દીધી હતી. ત્યાર બાદ પરિણીતાએ અંતે કંટાળીને પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. આ બાબતમાં પોલીસ દ્વારા પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બે સંતાનની માતા તેના પતિ અને બાળકો સાથે નારોલ વિસ્તારમાં વસવાટ કરતી હતી. બે સંતાનની માતાને પાડોશમાં રહેનાર યુવક સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. એક દિવસના પ્રેમીએ તેની પ્રેમિકાને જણાવ્યું કે, તું તારા પતિને છોડી દે અને હું તને સારી રાખવા માંગુ છું. હું તારા બાળકોને પણ સાચવીશ અને તમામ ખુશીઓ પણ તને આપીશ. લગ્ન કરીને શાંતિથી આપણે રહીશું. પ્રેમીની મીઠી-મીઠી વાતો સાંભળીને પ્રેમિકા તેની વાતોમાં પણ આવી ગઈ હતી. ત્યાર બાદ એક દિવસ પત્ની અને પાડોશી યુવક વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાતની જાણ તેના પતિને થઈ ગઈ હતી. જેના કારણે બંને વચ્ચે વિવાદ પણ થયો હતો. અંતે બંનેએ અલગ થવાનું નક્કી કર્યુ અને છૂટાછેડા પણ લઈ લીધા હતા.

ત્યાર બાદ પત્ની તેના પતિના બંધનોમાંથી મુક્ત થઈ ગઈ હતી. એટલે તે તેના પ્રેમી સાથે રહેવા પણ લાગી હતી. પ્રેમીએ તેની પ્રેમિકાને એવા ખોટા વચન આપ્યા હતા કે, તે જ્યાં સુધી લગ્ન કરશે નહીં ત્યાં સુધી શારીરિક સંબંધ બાંધશે નહીં. તેમ છતાં એવું શક્ય બન્યુ નહોતું.. પ્રેમી તેની પ્રેમિકાની ઈચ્છા વિરૂદ્ધ શરીર સંબંધ બાંધવા લાગ્યો હતો. પ્રેમિકા અનેકવખત પ્રેમીને લગ્નની વાત કરતી, પરંતુ તે વાતને ટાળતો રહેતો હતો. બંને વચ્ચે અનેક વખત શરીર સંબંધ બંધાયા હતા. એક દિવસ જાણ થઈ કે તે પોતે ગર્ભવતી છે એટલે આ વાતની જાણ તેના તેના પ્રેમીને કરી દીધી હતી. તેણે લગ્નની વાત કરી તો પ્રેમી તૈયાર થયો નહોતો.

આ બાબતમાં પ્રેમિકા દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો કે, પોતે ગર્ભવતી હોવા છતાં પણ તેનો પ્રેમી શરીર સંબંધ બાંધતો રહેતો હતો. એક દિવસ પ્રેમિકાએ તેના પ્રેમીને લગ્ન માટે ખૂબ વિનંતી પણ કરી હતી. તે દરમ્યાન પ્રેમીએ તેની સાથે મારઝૂડ પણ કરી અને અપશબ્દો બોલ્યા હતા. ત્યાર બાદ પ્રેમી દ્વારા તરછોડી દેતા અંતે કંટાળીને તેને પોલીસનો સહારો લીધો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker