આપણે જાણીએ છીએકે પહાડી વિસ્તાર અને બીચ બધા લોકો ની પહેલી ચોઇસ હોઈ છે પરંતુ તમારે આ ના માટે અલગ અલગ જવું પડે છે. પરંતુ હવે તમારે કોઈ ટેનસન લેવાની જરૂરત નથી. આજગ્યા એ એકજ સાથે તમને ઘણા બધા અનુભવ થાય જશે.
અહીં ખૂબ અલગ અલગ કેટેગરી માં સુંદર દ્રશ્યો જોવા મળી રહે છેસુંદર કેપટાઉન, સાઉથ આફ્રિકાનું શહેર કેપટાઉન ફરવાના શોખીનોના ટ્રાવેલ લિસ્ટમા હશે જ તમે ઘણી હોલિડે માટે કેપટાઉન ગયેલા સેલિબ્રિટીની તસવીરો જોઈ હશે.
આજકાલ સૈફ અલી ખાન અને કરિના કપૂર પણ છોટે નવાબ તૈમૂરનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે કેપટાઉન પહોંચ્યા છે. કેપટાઉનના સુંદર બીચ પર ક્લિક કરાયેલી આ સેલિબ્રિટી કપલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઊંધું છે ઋતુચક્ર, કેપટાઉન સુંદર બીચ અને સંસ્કૃતિ માટે ટ્રાવેલર્સ વચ્ચે ખૂબ લોકપ્રિય છે. આઈકોનિક ટેબલ માઉન્ટેનથી ઘેરાયેલા કેપટાઉનમાં મિશ્ર સંસ્કૃતિ જોવા મળે છે. જણાવી દઈએ કે કેપટાઉનમાં ઋતુ ચક્ર ઉંધું ચાલે છે.
મતલબ ભારતમાં ઠંડી પડે ત્યારે કેપટાઉનમાં ગરમી હોય છે. એટલે ઓક્ટોબરથી એપ્રિલ અહીં ફરવા માટેનો બેસ્ટ સમય છે.ટેબલ માઉન્ટેન, ટેબલ માઉન્ટેન પર ટ્રેકિંગ કરવાનું ટૂરિસ્ટને ખૂબ પસંદ છે.
જો કે, ઉપર પહોંચવા માટે રોપ-વેની પણ સુવિધા છે. આ પર્વતની ઉંચાઈ પરથી કેપટાઉનનો અદ્ભૂત નજારો જોવા મળે છે.બાઉલ્ડર્સ બીચ, આ સેન્ડી બીચ છે. આ જગ્યા ફેમિલી કે ફ્રેંડ્સ સાથે સમય વિતાવવા માટે પર્ફેક્ટ છે.
આ બીચ પર સ્વિમિંગની મજા નથી માણી શકતા પરંતુ બીચ પર પેન્ગવિન ફરતાં જોવા રોમાંચક છે. રોબેન આઈલેન્ડ, આ વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. અહીં એ જેલ આવેલી છે જ્યાં અન્ય કેદીઓની સાથે નેલ્સન મંડેલાને કેદ કરવામાં આવ્યા હતા.
હવે આ સ્થળને મ્યૂઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે.ખૂબસુરત સ્થળો મન મોહી લેશે. આ સિવાય અહીં ઘણી રસપ્રદ અને ખૂબસુરત જગ્યાઓ છે જે તમારા વેકેશનને યાદગાર બનાવી દેશે. કેપટાઉનમાં લોકો ઓપન એર રેસ્ટોરાંમાં વાઈનનો આનંદ ઉઠાવે છે. અહીં તમે જેટલું ફરશો તેટલું ઓછું છે.
ઘણા બધા બીચ, પહાડો, આઈલેન્ડ અને જોવાલાયક સ્થળો છે કે જે ફરીને થાકી જશો પણ મન નહીં ભરાય.આવા સુંદર સ્થળો નો આનંદ તમારે જરૂર લેવો જોઈએ.