પહેલી વખત ચૂંટાઈને લોકસભામાં આવેલા યુવા સાંસદ મચાવી રહ્યા છે ધૂમ, જાણો કોણ છે આ 5 સાંસદ

લોક્સભાના પ્રથમ સત્રમાં તમે જોયું હશે કે ચૂંટાયેલા યુવા સાંસદ લોક્સભામાં કેવી ધૂમ મચાવી રહ્યા છે અને કેવી સ્પીચો આપે છે.

પોતાની પાર્ટી તરફથી કેવી સંબોધે છે અને બધાને આશ્ચર્ય ચકિત કરી દે છે જેથી લોક્સભાના લોક્સભા માં મહત્વના નિર્ણયોમાં યુવા સાંસદોની ભૂમિકા ખુબ મહત્વની છે.

17મી લોકસભાનું પ્રથમ સત્ર પૂરૂ થઇ ગયુ છે.જેમાં કેટલાંક મહત્વના બિલ પસાર કરવામાં આવ્યાં છે. લોકસભામાં જૂના દિગ્ગજ નેતાઓએ પોતાનું મજબૂત ભાષણથી સંસદીય પરંપરાને મજબૂત કરવાનું કામ કર્યું છે.

ત્યારે કેટલાક યુવા ચહેરાએ પણ પોતાના પ્રભાવશાળી સંબોધનથી બધાનું દિલ જીતી લીધું.આ સાંસદોના પ્રદર્શનથી એટલું તો નક્કી છે કે આવનાર સમયમાં સંસદને પ્રભાવશાળી નેતાઓ મળવાના છે.

જામયાંગ શેરિંગ.

સંસદમાં શાનદાર ભાષણ જો કોઇનું રહ્યું હોય તો તે લદ્દાખથી ચૂંટાયેલા ભાજપના જામયાંગ શેરિંગનું હતું. તેમણે જમ્મૂ કાશ્મીર પુનર્ગઠન બિલ અને કલમ 370 હટાવવાના મુદ્દે સદનમાં શાનદાર ભાષણ કર્યું હતું. તેઓ પોતે લદ્દાખથી આવે છે.

જેને લઇને સ્થાનિક સમસ્યાઓ અંગે વધારે જાણતાં હોય છે. શેરિંગનું ભાષણ એટલું પ્રભાવશાળી હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા સાંસદની પ્રશંસા કરી હતી.

અને અમિત શાહ પણ ખુબ ખુશ હતા તેમના ભાષણથી અને તેમને બધા સાંસદોએ શાબાસી પણ આપી. તેમના ભાષણથી વિરોધ પક્ષના સાંસદો પણ કશુ નથી બોલી શકતા.

મહુઆ મોઇત્રા.

લોકસભાના પ્રથમ સત્રમાં કૃષ્ણાનગરના ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની ઓળખ પણ એક ધારદાર વક્તા તરીકે ઉભરી આવી છે.

સરકારની ટીકા કરતાં તેમણે દેશમાં ફાસીવાદ આવવા પર 7 સંકટો પર જોરદાર ભાષણ આપ્યું જે ઇન્ટરનેટ પર વાયરલ થયું. મહુઆ પહેલા બેન્કમાં કામ કરી ચૂકી છે.

વિદેશમાં પણ નોકરી કરી છે. મહુઆ મોઇત્રાએ UAPA બિલ પર ચર્ચા દરમિયાન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

જેનાથી સામે પક્ષ વાળા પણ ખુશ ના હતા અને તેમને આ બિલ પાસ કરવામાં તકલીફ પડી હતી.મહુઆ મોઈત્રા એ સરકારની ખુબ ટીકા કરી હતી. અને તેમની લોક્સભા મૂકી.

નવનીત રાણા.

અમરાવતીથી લોકસભાના સાંસદ નવનીત રાણાએ લોકસભામાં પ્રભાવી રીતે મહત્વના મુદ્દાઓને ઉઠાવ્યાં હતા. તામિલ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા 33 વર્ષીય નવનીત કૌરએ કાશ્મીરમાંથી 370 હટાવવાના નિર્ણયને ખરેખર આઝાદી તરીકે ગણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે જ્યારે રાજ્યસભામાં આ બિલ પાસ થયા બાદ રાતે સુઇ શકી નહી અને લોકસભામાં બિલને સમર્થન આપવાની રાહ જોતી રહી હતી.

આ બિલ પાસ થયું ત્યારે તે શાંતિ સુતા અને તેમને આનંદ થયો.નવનીત રાણા તમિલ ઘણી ફિલ્મ કામ પણ કર્યું છે જેના લીધે તેમને સંસદની ટિકિટ મળી હતી જેથી તે જીતીને લોકસભામાં બોલી શકે છે.

હિબી ઇડન.

અર્નાકૂલમના કોંગ્રેસ સાંસદ હિબી ઇડન પાર્ટીના યુવા ચહેરા બનીને ઉભરી આવ્યાં છે. લોકસભામાં તેઓ વિભિન્ન મુદ્દાઓ પર પાર્ટીનો પ્રભાવશાળી પક્ષ રાખતા જોવા મળ્યાં હતા.

તેમની તરફથી લોકસભાના આ સત્રમાં 50 પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતા. કેરળથી આવનાર ઇડનને પોતાના પ્રથમ ભાષણમાં ત્યા આવેલ ભયંકર પૂર અને માછીમારોના મુદ્દાને સદન સમક્ષ રાખ્યો હતો.

જેથી સદનમાં ખુબ પ્રભાવશાળી મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને તે ખુબ સારો મુદ્દો હતો.હિબી ઈડન કોંગ્રેસ સાંસદ યુવા ચહેરો ખુબ પ્રતિભાવશાળી છે.

તેજસ્વી સૂર્યા.

ભાજપના યુવા સાંસદ તેજસ્વી સૂર્યા કર્ણાટકના બેંગ્લોર દક્ષિણથી જીત્યાં છે, જે દિવંગત નેતા અનંત કુમારની પરંપરાગત બેઠક હતી.

28 વર્ષના તેજસ્વી સૂર્યા આમ તો વકીલ છે અને હાઇકોર્ટમાં પ્રેકટિસ કરે છે. લોકસભામાંબાંગ્લાદેશીઓની ધૂસણખોરીનો મુદ્દો ઉઠાવતાં સૂર્યાએ સરકારને દેશમાં NRC લાગુ કરવાની માગ ઉઠાવી હતી.

સૂર્યાએ કહ્યું કે ધૂસણખોરીના કારણે દેશની સુરક્ષાને ખતરો છે. અને તે મૂળ પર સરકારે ધ્યાન એવું પડશે નહીં તો દેશને ખતરો થશે.

આ સાંસદ ભાજમાં યુવા સાંસદ ખુબ પ્રસિદ્ધ છે અને બંગ્લોરે દક્ષિણથી જીત્યા હતા.

લોકસભાના આ પાંચ સાંસદોએ પોતાના પ્રભાવશાળી અંદાજ અને દમદાર ભાષણથી સદનની ચર્ચાના સ્તરને વધારવાનું કામ કર્યું છે.

જો કે આવનાર સમયમાં સંસદ જ નહી પરંતુ દેશની નજર આ યુવા નેતાઓ પર રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top