પેહલી વાર જ્યારે કોઈ સ્ત્રી પુરૂષને તસતસતું ચુંબન કરે ત્યારે તેનાં શરીરમાં થાય છે આટલાં ફેરફાર,ચોક્કસ તમે નહીંજ જાણતાં હોય….

મિત્રો આજે આપણે એક ખુબજ ખાસ માહિતી વિશે જાણીશું આજે આપણે કે જ્યારે કોઈ યુવતી એટલે કે સ્ત્રી પોતાનાં જીવનમાં સૌથી પહેલું ચુંબન કોઈ પુરુષ ને કરે ત્યારે તેના શરીરમાં શુ ફેરફાર થાય છે તેને કેવું ફિલ થાય છે તે વિશે જાણીશું.છેલ્લા ઘણાં સમયથી હિન્દી ફિલ્મોમાં લિપ લોક એટલે કે અધર પર કરવામાં આવતાં  ચુંબનની નવાઈ નથી રહી.સ્ત્રી-પુરુષના પ્રેમની અભિવ્યક્તિનું આ સૌથી સબળ માધ્યમ છે.એમ કહેવાય છે કે માનવી પોતાના  જીવનનું સૌપ્રથમ ચુંબન ક્યારેય નથી ભૂલતો.

પતિ-પત્નીને તેમના પ્રથમ મિલનની  સ્મૃતિ એટલાં ઉત્તેજિત નથી કરી શકતી  જેટલી તેમની પ્રથમ કિસની યાદ.આધુનિક વિચારસરણી મુજબ ચુંબન ઐતિહાસિક કાળથી ચાલ્યું આવે છે.તે જેટલું સ્વાભાવિક છે એટલું જ પોષક પણ છે. તે સ્ત્રી-પુરુષની એકમેક પ્રત્યેની લાગણીને પોષે છે.

રુટગર્સ યુનિવર્સિટીના નૃવંશશાસ્ત્રી  હેલન ફિશરના મત મુજબ ચુંબનથી માનવીની  ત્રણ પ્રાથમિક જરૃરિયાતો સંતોષાય છે, સેક્સ કરવાની ઈચ્છા અથવા ઉત્તેજના પેદા કરવી, રોમાન્સની આવશ્યક્તા તેમજ પ્રેમી  યુગલનો એકમેક પ્રત્યેનો લગાવ. માનવીનો વંશવેલો આગળ ધપાવવા માટેની આ પ્રાથમિક જરૃરિયાતોને ચુંબન  બળ પૂરું પાડે છે.

એક થિયરી મુજબ કિસિંગ લોકોને જીવનસાથી શોેધવામાં, તેમની સાથે શિશુનો જન્મ થાય ત્યાં સુધી સંબંધ જાળવી રાખવામા સહાયક બને છે. કહેવાનો અર્થ એ છે કે પ્રેમી યુગલ અથવા પતિ-પત્નીના પ્રેમની અભિવ્યક્તિ કિસથી આરંભ થઈને સમાગમ સુધી પહોંચે છે.

નિષ્ણાતો કહે છે કે વૈજ્ઞાાનિક રીતે જોવા જતાં નવજાત શિશુનો પ્રેમ, ચેન અને સલામતીનો સર્વપ્રથમ અનુભવ કોઈક પ્રકારની કિસ સાથે જ સંકળાયેલો હોય છે. આનો અર્થ એ થયો કે માનવીને સ્નેહની સંવેદનાનો અનુભવ અધરથી જ થાય છે.એક સમયમાં  દુનિયામાં ઘણાં દેશોમાં બાળકોેને તેમના માતાપિતા ખોરાકનો કોળિયો ચાવીને આપતાં.

નિષ્ણાતો કહે છે કે બેબીફૂડની શોધ થઈ તેનાથી પહેલા માતાપિતા ખોરાક ચાવીને પોતાની જીભ વડે  બાળકના મોઢામાં  ચાવેલો કોળિયો મુકતાં. બાળકો પણ રમતાં રમતાં ઘણી વસ્તુઓ હોઠને અડાડે અથવા કાંઈપણ ખાય ત્યારે તે ખોરાકનો પ્રથમ સ્પર્શ હોઠને થાય તે તેમને ચુંબનનો અનુભવ કરાવે છે.

તેઓ વધુમાં જણાવે છે કે પાંચ  વર્ષનો છોકરો પણ રમતાં રમતાં સગીર  યુવાનની જેમ જ તેની વયની છોકરીને ગળે વળગાડે છે અને ચુંબન કરે છે. એક અભ્યાસ મુજબ છોકરાઓને શારીરિક સંબંધ બાંધવાની ઉતાવળ  છોકરીઓ કરતાં ઘણી વધારે હોય છે.સગીરાવસ્થામાં ચુંબન એક કરતાં વધુ કામ કરે છે.એક યુવતી જ્યારે કોઈ યુવકને કિસ કરે છે ત્યારે તેના શરીરમાં થતું હોર્મોન્સ પરિવર્તન તેને એ સમજવામાં મદદ કરે છે કે સંબંધિત યુવક તેનો જીવનસાથી બનવા માટે કેટલો યોગ્ય છે.

આ ઉપરાંત આપણી સૂંઘવાની સમજણ પણ આપણને સામી વ્યક્તિને ઓળખવામાં સહાયક બને છે.ચુંબન કરતી વખતે યુવક-યુવતી એકમેકનીએકદમ નીકટ હોય ત્યારે શ્વાસોચ્છવાસ દ્વારા આવતી સુગંધ સુધ્ધાં  જીવનસાથીની યોગ્યતા ઓળખવામાં મદદગાર પુરવાર થાય છે.આ બધું માનવીના અર્ધજાગૃત મન દ્વારા થાય છે.એને સમજવા માટે સ્ત્રી-પુરુષોએ પ્રયત્ન નથી કરવો પડતો.

સ્ત્રીઓની ધ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય પુરુષ કરતાં વધુ શક્તિશાળી હોય છે.તેથી સ્ત્રી જ્યારે ચુંબન કરે છે  ત્યારે જે તે પુરુષને સમજવાની આવડત તેને આ બંને ઈન્દ્રિયો પૂરી પાડે છે.નિષ્ણાતો કહે છે કે  ચુંબન એ કુદરતી લિટમસ ટેસ્ટ છે.નૃવંશશાસ્ત્રીઓના મત મુજબ ચુંબન દ્વારા મહિલાને સાથીદારના મેજર હિસ્ટોકમ્પેટિબિલિટી (એમએચસી)ની કોમ્પ્લેક્સ જાણ થાય છે.

એમએચસીથી રોગપ્રતિકારક સીસ્ટમની  પ્રતિતી થાય છે અને મહિલાઓ તેમના  કરતાં અલગ એમએચસી ધરાવતાં  પુરુષ પ્રત્યે આકર્ષાય છે. આનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે અલગ અલગ એમએચસી ધરાવતાં યુગલના સંતાનો વધુ સ્વસ્થ હોય છે.યુવતી ને પોતાની સૌથી પહેલી કિસ હમેશા યાદ રહે છે તે તેને ક્યારેય નથી ભૂલી શક્તિ તે તેનાં માટે એક જીવનભર યાદગાર પ્રસંગ બની જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top