રાજ્યમાં કોરોનાને કારણે જે પરિસ્થિતી સર્જાઈન છે તેના કારણે લોકોમાં જર ફેલાઈ ગયો છે ખાસ કરીને શ્રમજીવીઓમાં લોકડાઉનનો ડર ફેલાઈ ગયો છે જેના કારણે તેઓ ફરી વખત પોતાના વતન જવા માટે રવાના થયા છે જેના કારણે ઉદ્યોગપતિઓની ચીંતામાં પણ વધારો થઈ ગયો છે કારણકે જો એક એક કરીને બધાજ શ્રમજીવીઓ જતા રહે તો તેમને મોટો ફટકો પડી શકે છે.
કોરોના કાબૂમાં નથી આવી રહ્યો જેના કારણે શ્રમજીવીઓને ડર છે કે ગમે તે સમયે લોકડાઉન કરી દેવામાં આવશે જેના કારણે તેઓ ગુજરાતમાં ફસાઈ શકે છે. આજ વિચારને લઈને તેઓ ચીંતામાં જતા રહ્યા છે. અને પોતાના વતજ જવા માટે રવાના થયા છે.
શ્રમજીવીઓ જો પરત વતન જતા રહેશે તો ગુજરાતના ઉદ્યોગ ધંધા પર તેની ભારે અસર પડી શકે છે. જેથી મોટ ભાગના ઉદ્યોગપતિએ તેમને અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ગત વર્ષે પણ ત્રણ મહિના સુધી લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું જેના કારણે વેપાર ધંધા ઠપ પડી ગયા. સાથેજ ભારતની અર્થવ્યવસ્થાને પણ ત્યારે મોટો ફટકો પડ્યો હતો.
ગુજરાતમાં યુપી, રાજસ્થાન, બિહાર અને મધ્યપ્રદેશથી લાખોની સંખ્યામાં શ્રમજીવીઓ રોજગારી માટે આતા હોય છે ગત વર્ષે જ્યારે લોકડાઉન થયું ત્યારે આ બધાજ શ્રમજીવીઓ અટવાઈ ગયા હતા સાથેજ તેમની પાસે રૂપિયા પણ ખૂટી ગયા હતા. જેના કારણે તેઓ ન તો કઈને કહી શકે કે ન તો તેઓ સહી શકે તેવી તેમની પરિસ્થિતી થઈ ગઈ હતી.
ઘણા કેસમાં એંવું પણ થયું હતું કે શ્રમજીવીઓ રાજ્યના ઘણા શહેરોથી ચાલતા ચાલતા ઉત્તરપ્રદેશ અને બિહારમાં પોતાના વતને ગયા હતા જોકે તેઓ લોકડાઉન બાદ ફરીથી રોજગારી માટે ધીરે ધીરે પરત ફર્યા હતા. વેપાર ધંધા જ્યારે ફરી વાર શરૂ થયા ત્યારે શ્રમજીવીઓ ફરીથી તેમના કામે આવ્યા હતા. પરંતુ હવે તેઓ ફરી વખત ચીંતામાં મુકાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વકર્યો છે. તેના કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો છે. સાથેજ અનેક પ્રયત્નો કરવા છતા સંક્રમણ કાબૂમાં નથી આવતું જેના કારણે શ્રમજીવીઓણાં ફરીથી લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આવા સમયે તેઓ પરત પોતાના વતન જઈ રહ્યા છે. કારણકે તેમને ડર છે કે ફરી વાર લોકડાઉન થશે તો તેમનું રહેવું આકરુ થઈ જશે.