મહારાષ્ટ્રના અહમદનગરમાં એક વ્યક્તિએ વીમાના પૈસા મેળવીને પોતાના મોતનો દેખાવો કરવા માટે એક માનસિક રૂપથી કમજોર વ્યક્તિની હત્યા કરી દીધી. તે તેની હત્યાની નકલ કરવા માટે અમેરિકાની એક કંપની પાસેથી 50 લાખ અમેરિકી ડોલર મેળવવા માંગતો હતો. આ મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. જેમને 50 વર્ષના માનસિક રીતે કમજોર વ્યક્તિની હત્યા કરી અને અંજામ આપ્યો.
કથિત ઘટના આ વર્ષે એપ્રિલમાં અહમદનગર જિલ્લાના અકોલે તહસીલના રાજુર ગામમાં બની હતી. અહમદનગરના પોલીસ અધિક્ષક મનોજ પાટીલે કહ્યું હતું કે, “મુખ્ય આરોપી પ્રભાકર વાઘચૌરે છેલ્લા 20 વર્ષથી તેના પરિવાર સાથે અમેરિકામાં રહેતો હતો. તેને એક અમેરિકન ફર્મ પાસેથી 5 લાખ ડૉલરનો જીવન વીમો લીધો હતો.
તેને કહ્યું કે આરોપી જાન્યુઆરી 2021માં ભારત આવ્યો અને અહમદનગર જિલ્લાના એક ગામ ધમનગાંવ પટમાં તેના સાસરિયે રહેવા લાગ્યો. વાઘચૌરે કથિત રીતે એક માનસિક રીતે અસ્થિર વ્યક્તિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને સંદીપ તાલેકર, હર્ષદ લાહમગે, હરીશ કુલાલ અને પ્રશાંત ચૌધરીને શામેલ કરીને પૈસા આપવાનું વચન આપ્યું હતું.
વાઘચૌરે રાજુર ગામમાં એક ભાડાના રૂમમાં રહેવાનું શરૂ કર્યું. તેને એક આરોપી સાથે મળીને એક ઝેરી સાપનો બંદોબસ્ત કર્યો અને પછી તેને માનસિક રીતે કમજોર વ્યક્તિને કરડાવ્યો, ત્યારબાદ તેનું મૃત્યુ થઇ ગયું. જ્યારે તેને ખાતરી થઈ કે તેનું મૃત્યુ થઇ ગયું છે, તો તે તેને હોસ્પિટલમાં લઈ ગયો જ્યાં તેને વાઘચૌરે તરીકે જણાવ્યો હતો.
તેને અધિકારીઓને જણાવ્યું કે પીડિતા યુએસએથી આવ્યો હતો અને તેના પરિવારના સભ્યો સાથે ગામમાં રહેતો હતો. એસપી એ કહ્યું કે, “તેણે મૃત્યુ પ્રમાણપત્ર અને અન્ય કાનૂની દસ્તાવેજો મેળવ્યા અને તેને યુએસએ મોકલી દીધા, જ્યાં તેના પુત્રએ વીમા માટે અરજી કરી. અહીં વાઘચૌરે અને અન્ય લોકોએ પણ વ્યક્તિના અંતિમ સંસ્કાર કર્યા હતા.
તેમને કહ્યું કે અમેરિકા સ્થિત ફર્મને શંકાસ્પદ લાગ્યું, કારણ કે વાઘચૌરે તેને પહેલા પણ છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને કહ્યું કે, “ફર્મે દાવાની ચકાસણી કરવા માટે તપાસકર્તાઓને ભારતમાં મોકલ્યા અને અમારો સંપર્ક કર્યો,” તેમણે કહ્યું કે તપાસ દરમિયાન સમગ્ર ષડયંત્રનો ખુલાસો થયો.
પોલીસ અધિકારીએ કહ્યું કે, “અમે ગુજરાતના વડોદરામાંથી વાઘચૌરેની ધરપકડ કરી છે. ત્યારબાદ, અન્ય ચારની પણ હત્યા સહિત ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી.