પૈસાથી ભરેલું પર્સ લઈ ને ઉડવા લાગ્યું પક્ષી: વિડિયો જોઈને અચરજ માં પડી જશો

ઘણીવાર અમુક લોકો સાથે આવી ઘટનાઓ બને છે, જેના વિશે તેઓએ કદી વિચાર્યું પણ નહીં હોય. પરંતુ ક્યારેક આ ઘટનાઓ વ્યક્તિ માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે.

આ વિડિયો જોયા પછી દરેક લોકો કહી રહ્યા છે કે ખરેખર માણસને હંમેશા સાવચેત રહેવું જોઈએ નહિતર ગમે ત્યારએ નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે. આ વિડિયો જોયા પછી તમને નવાઈ લાગશે, પરંતુ તમે ચોક્કસપણે સમજી જશો કે તમારે તમારો સામાન ક્યાંય રેઢો મૂકવો જોઈએ નહીં.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે છોકરીઓ એક પાર્કમાં આરામ કરી રહી છે.તેણે પોતાનો મોબાઈલ, ખાવાની કેટલીક વસ્તુઓ અને નોટોથી ભરેલું પર્સ નજીકમાં જ રાખ્યું છે.

આ દરમિયાન એક દરિયાઈ પક્ષી પણ ત્યાં પહોંચી જાય છે. જોઈ શકાય છે કે પક્ષીને પોતાની પાસે બેઠેલા જોઈને બંને મસ્તી કરવા લાગે છે, પરંતુ બીજી જ ક્ષણે તેમની સાથે કંઈક એવું થઈ જાય છે, જેના કારણે તેમને પક્ષીની પાછળ દોડવું પડે છે.

Scroll to Top