પાકિસ્તાની સેનાનો દાવો, ભારત તરફથી ફાયર કરવામાં આવી વોર હેડ વિનાની અજાણી મિસાઈલ

પાકિસ્તાની સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે તેણે કથિત રીતે ભારતથી તેની એરસ્પેસમાં આવી રહેલી એક મિસાઈલ શોધી કાઢી હતી જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પડી હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે મીડિયાને જણાવ્યું હતું કે 9 માર્ચે સાંજે 6.43 કલાકે એક હાઇ-સ્પીડ ઑબ્જેક્ટે ભારતીય ક્ષેત્રમાંથી ઉડાન ભરી હતી અને રસ્તો ભટકીને પાકિસ્તાની ક્ષેત્રમાં ઘુસી ગઈ હતી અને પડી ગઈ હતી.

પાકિસ્તાનના એર ડિફેન્સે કરી ટ્રેક

પાકિસ્તાનનો આરોપ છે કે 9 માર્ચે ભારત તરફથી ‘સુપરસોનિક પ્રોજેક્ટાઈલ’ (ઉડતી વસ્તુ) છોડવામાં આવી હતી. પાકિસ્તાનને આશંકા હતી કે તે સુપરસોનિક મિસાઈલ છે જે હરિયાણાના સિરસાથી છોડવામાં આવી હતી. સિરસામાં ભારતીય વાયુસેનાનું મહત્વનું એરબેઝ છે. પાકિસ્તાનના એર-ડિફેન્સે તેને ટ્રેક કરી હતી.

થઈ શકતી હતી મોટી દુર્ઘટના

ખુદ પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPRના ડીજીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ મિસાઈલ વોર-હેડ વિનાની હતી (એટલે ​​કે તેમાં ગનપાઉડર વગેરે નહોતું અને તેને પ્રેક્ટિસ માટે છોડવામાં આવી હતી) અને રાજસ્થાનમાં મહાજન ફિલ્ડ ફાયરિંગમાં પાડવાની હતી. પરંતુ તે પાકિસ્તાનના મિયા ચુન્નુ વિસ્તારમાં પડી. પાકિસ્તાનનો આરોપ છે કે તેનાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષાની વિરુદ્ધ છે અને તેનાથી મોટી દુર્ઘટના ઘટી શકતી હતી.

નથી થયું જાનમાલનું નુકસાન

તેના પડવાથી નાગરિક વિસ્તારોને થોડું નુકસાન થયું હતું, પરંતુ તેમાં કોઈનું મૃત્યુ થયું નથી. જોકે, પાકિસ્તાનના આ આરોપ પર ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મેજર જનરલ ઈફ્તિખારે જણાવ્યું કે બુધવારે રાત્રે પંજાબના ખાનવાલ જિલ્લાના મિયાં ચન્નુ વિસ્તારમાં અજાણી વસ્તુ (મિસાઈલ) પડી હતી.

સપાટી પરથી લોન્ચ કરવામાં આવી હતી

તેને સપાટી પરથી લોન્ચ કરવામાં આવી હતી. આની જાણ થતાં જ પાકિસ્તાની વાયુસેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે મિસાઈલની ઉડાનથી પાકિસ્તાન અને ભારત બંનેમાં નાગરિકો જોખમમાં મુકાઈ ગયા છે. ભારતે જણાવવું જોઈએ કે તેનું કારણ શું છે. તે મોટી ઉડ્ડયન દુર્ઘટના બની શકતી હતી.

 

Scroll to Top