પાકિસ્તાનનું ભોપાળું: દેવું ચૂકવવા માટે પાકિસ્તાન ગિલગિટ અને બાલ્ટિસ્તાન ચીનને સોંપી શકે છે

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન પર ચીનનું દેવું વધી રહ્યું છે. હવે એવી આશંકા છે કે તે દેવું ચૂકવવા માટે ગુલામ કાશ્મીરનો ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તાર ચીનને લીઝ પર આપી શકે છે. કારાકોરમ નેશનલ મૂવમેન્ટના અધ્યક્ષ મુમતાઝ નાગરીએ આ આશંકા વ્યક્ત કરી છે. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે અલગ અને ઉપેક્ષિત ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્ર ભવિષ્યમાં વૈશ્વિક શક્તિનું નવું કેન્દ્ર બની શકે છે. આ વિસ્તાર ગુલામ કાશ્મીરનો સૌથી ઉત્તરીય વિસ્તાર છે, જે ચીનની સરહદે છે. નાગરીએ સ્થાનિક લોકોને પોતાના પ્રદેશ માટે લડવાનું આહ્વાન કર્યું છે અને કહ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇથી ડરવાની જરૂર નથી. ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્ર જમ્મુ અને કાશ્મીરનો એક ભાગ છે, જેના પર પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજો છે. ચીન માટે આ ક્ષેત્ર મહત્વપૂર્ણ છે કારણ કે તે તેના મહત્વાકાંક્ષી ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) સાથે આવેલું છે.

ત્યાં જ પીએમએ બગડતી આર્થિક સ્થિતિ માટે પૂર્વ પીએમ ઇમરાન ખાનની સરકારને જવાબદાર ઠેરવી હતી. શાહબાઝે કહ્યું કે, અગાઉની સરકારે પેટ્રોલની કિંમતોમાં ઘટાડો કરીને દેશ સામે સંકટ ઉભું કર્યું હતું.

પીએમ શાહબાઝે કહ્યું કે વર્તમાન ગઠબંધન સરકાર 7 કરોડ જરૂરિયાતમંદ લોકોને 2000 રૂપિયા આપી રહી છે. ત્યાં જ સરકારે આગામી નાણાકીય વર્ષ 2022-23 માટે અમીર લોકો પર મોટો ટેક્સ લગાવવાની વાત કરી છે. શાહબાઝે કહ્યું કે અગાઉની સરકારે જનતાના હિતમાં કામ કર્યું ન હતું અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના કરારનું પણ ઉલ્લંઘન કર્યું હતું. સૂત્રોએ જિયો ન્યૂઝને જણાવ્યું કે આઇ એમએફના બહુપ્રતિક્ષિત પુનરુત્થાન કાર્યક્રમ પછી તમામ સંસ્થાઓને વિશ્વાસમાં લેવામાં આવશે.

નાણામંત્રીએ ચેતવણી આપી હતી

હાલમાં જ નાણામંત્રી મિફ્તા ઈસ્માઈલે ચેતવણી આપી હતી કે જો કડક નિર્ણયો લેવામાં નહીં આવે તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા શ્રીલંકાની સમાન પરિસ્થિતિમાં આવી શકે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો