અત્યારે જમ્મુકાશ્મીર ના નવા નિર્ણય બાદ સમગ્ર દેશમાં ખુશી હતી ત્યારે પાડોશી રાજય માં તો આગ લાગી ગઈ છે.
આ આગ ને ચલતે પાકિસ્તાનએ ભારત સાથે તમામ સબંધ બંધ કર્યા છે ત્યારે આ નિર્ણય થી પાકિસ્તાન નેજ નુકશાન થયું છે.
પાકિસ્તાન ખાદ્ય વસ્તુઓ સિવાય કેમિકલ્સ માટે ભારત પર નિર્ભર છે.પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના અને રાજ્યના પુનર્ગઠનના વિરોધમાં ભારત સાથે કારોબારી સંબંધ ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે.
ભરે પાકિસ્તાને આમ કરીને વિરોધ નોંધાવ્યો હોય પરંતુ આ પગલું ભારત કરતાં પાકિસ્તાનને જ વધારે નુકસાન કરી રહ્યું છે.
કારણ કે ભારતની પાકિસ્તાન પર નિર્ભરતા ખૂબ જ ઓછી છે અને પાકિસ્તાન રોજીંદી ઉપયોગમાં લેવાતા મોટાભાગની વસ્તુએ ભારતમાં થી મંગાવે છે.
પાકિસ્તાન ડુંગળી અને ટામેટા જેવી ખાદ્ય વસ્તુઓ સિવાય કેમિકલ્સ માટે ભારત પર નિર્ભર છે.
નિષ્ણાતો અનુસાર આ નિર્ણયથી પાકિસ્તાનને જ ઝાટકો લાગ્યો છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયા એક્સપોર્ટઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ અજય સહાય અનુસાર, વેપારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ભારત કરતા પાકિસ્તાને વધુ પ્રભાવિત કરશે કારણ કે તે આપણા ઉપર વધુ નિર્ભર છે.પાકિસ્તાન તરફથી ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો.
જેના કારણે મર્યાદિત વસ્તુઓ જ ભારત એક્સપોર્ટ કરી શક્તુ હતું. આમ આ નિર્ણય પાકિસ્તાન માટે નુકસાનકારક સાબિત થશે.
જવાહરલાલ નહેરૂ યૂનિવર્સિટીનાં પ્રોફેસર બિસ્વજીત ધર કહે છે કે, લાંબા ગાળાની વાત હોય કે પછી ટૂંકાગાળાની આ નિર્ણયથી પાકિસ્તાન જ વધારે પ્રભાવિત થશે.
જેનું કારણ એ છે કે, પાકિસ્તાન ટામેટા અને ડુંગળી માટે પણ ભારત પર નિર્ભર છે.
આ વર્ષે જ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર નીચલી સપાટીએ છે.
ભારતે અટેક બાદ પાકિસ્તાનથી આવનારી તમામ વસ્તુઓ પર 200 ટકા કસ્ટમ ડ્યૂટી વધારી દીધી હતી. કોમર્સ મિનિસ્ટ્રીના ડેટા અનુસાર આ નિર્ણયનાં કારણે પાકથી થનાર આયાતમાં 92 ટકાનો ઘટાડો આવ્યો હતો અને આ વર્ષે માર્ચમાં માત્ર 2.84 મિલિયન ડોલર જ રહ્યો હતો.
પાકિસ્તાનથી ભારત કપાસ, ફળ, સીમેન્ટ, પેટ્રોલિયમ પ્રોડક્ટસને આયાત કરે છે. ભારતે પાકિસ્તાન ને ડુંગળી અને ટામેટા આપવા નું સંપૂર્ણ રીતે બંધ કર્યું છે
ત્યારે હવે એવું પણ કેહવાઈ છે કે હવે પાકિસ્તાન ની બિરયાની માં પહેલા જેવો સ્વાદ નહીં રહે.
જે નું કારણ છે કે ભારતે પાકિસ્તાન ને ડુંગળી ટામેટાં અને તમામ જાત ના મશાલા આપવાની ના આદિ છે ત્યારે હવે પાકિસ્તાન માં સ્વાદ વગર ની બિરયાની બનશે તેવું લોકો નું કહેવું છે.