અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. તેમના નિવેદનથી પરમાણુ હથિયારોનો સંગ્રહ કરી રહેલા પાકિસ્તાનની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. એક ફંડ રેઈઝર ઈવેન્ટમાં બિડેને જણાવ્યું હતું કે, પાકિસ્તાન વિશ્વનો સૌથી ખતરનાક દેશ છે જેની પાસે પરમાણુ હથિયાર છે.
બાઈડેનના નિવેદન પર પાકિસ્તાનીઓ ગુસ્સે છે અને ખાસ કરીને ઈમરાન ખાનના સમર્થકો તેના પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પાકિસ્તાન પાસે હાલમાં લગભગ 165 પરમાણુ હથિયારો છે, પરંતુ તે તેની સંખ્યા સતત વધી રહી છે. બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટના લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો પાકિસ્તાન આ ઝડપે પરમાણુ બોમ્બ બનાવવાનું ચાલુ રાખશે તો વર્ષ 2025 સુધીમાં પાકિસ્તાન પાસે લગભગ 200 પરમાણુ બોમ્બ હશે.
બિડેને શુક્રવારે એક કાર્યક્રમમાં જણાવ્યું, ‘આજે વિશ્વ સંપૂર્ણપણે અલગ છે. શું તમારામાંથી કોઈએ ક્યારેય વિચાર્યું છે કે ક્યુબન મિસાઈલ કટોકટી બાદ કોઈ રશિયન નેતા હશે જે પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ધમકી આપશે. શું કોઈએ વિચાર્યું હતું કે આપણે એવી પરિસ્થિતિમાં હોઈશું કે જ્યાં ચીન રશિયા, ભારત અને પાકિસ્તાનના સંબંધમાં તેની ભૂમિકા શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે?’ તેમણે કહ્યું કે મેં શી જિનપિંગ સાથે વિશ્વના કોઈપણ અન્ય વ્યક્તિ કરતાં વધુ સમય વિતાવ્યો છે.
‘પાકિસ્તાન વિશ્વનો સૌથી ખતરનાક દેશ’
બિડેને કહ્યું કે બરાક ઓબામાએ મને એક કામ સોંપ્યું હતું. મેં તેમની સાથે 17 હજાર માઈલનો પ્રવાસ કર્યો હતો. તે એક માણસ છે જે જાણે છે કે તેમને શું જોઈએ છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરીશું? રશિયામાં જે થઈ રહ્યું છે તેના સંબંધમાં આપણે આને કેવી રીતે હેન્ડલ કરી શકીશું? તેમણે કહ્યું કે મને લાગે છે કે પાકિસ્તાન દુનિયાના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે જેની પાસે ઘણા પરમાણુ હથિયારો છે.
બિડેનના નિવેદનથી ગુસ્સે થયેલા પાકિસ્તાને કહ્યું કે દુનિયામાં ઘણું બધું ચાલી રહ્યું છે. પરંતુ 21મી સદીમાં અમેરિકન માટે પરિવર્તન લાવવાની વિપુલ તકો છે. અમેરિકી રાષ્ટ્રપતિના આ નિવેદનથી પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકો નારાજ થયા છે. પીટીઆઈના નેતા અને ઈમરાનના નજીકના સહયોગી પાકિસ્તાનના પૂર્વ મંત્રી શિરીન મજારીએ કહ્યું કે બિડેને તેમની ટિપ્પણી માટે પાકિસ્તાનની માફી માંગવી પડશે. પરમાણુ હથિયાર વિશ્વ માટે ખતરો છે કારણ કે પરમાણુ શસ્ત્રો પર તમારું નિયંત્રણ નથી હોતું. 2007માં B52 બોમ્બરે 6 પરમાણુ બોમ્બ સાથે ઉડાન ભરી હતી અને કલાકો સુધી કોઈને તેની ખબર પણ પડી ન હતી.