News

પાકિસ્તાનની ફરી ના પાક હરકત: કાશ્મીરમાં ચાર આંતકી હુમલા ગ્રામપંચાયત ઉડાવી, સરપંચ સહિત આટલા લોકો ના થયાં મોત

આપણે સૌ જાણીએ છીએ કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાન ખૂબ જ રોષ વ્યકત કરી રહી છે અને વારમવાર સિઝ ફાયરિંગ કરી રહ્યું છે. કાશ્મીરમાં આતંકીઓ હજુ પણ ખુલ્લેઆમ હુમલા કરી રહ્યા છે અને હવે તો સ્થાનિક પંચાયતો અને સરપંચોને પણ ટાર્ગેટ બનાવી રહ્યા છે. આમ પાકિસ્તાન ફરી ન પાક હરકત કરી રહ્યું છે અને ફાયરિંગ કરી રહ્યું છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આવો જ એક મોટો હુમલો અનંતનાગમાં કરવામાં આવ્યો હતો, અહીં આવેલી પંચાયતની કચેરીને આતંકીઓએ બોમ્બથી ઉડાવી દીધી હતી જેને પગલે કચેરીમાં હાજર સરપંચ સહીત બે લોકોના મોત નિપજ્યા હતા અને લોકો એ ભાગદોડ કરી હતી અને લોકો જાન બચાવી ત્યાંથી ભાગી નીકળ્યા હતાં.

આ ઉપરાંત જ્યારે મંગળવારે જ શ્રીનગરમાં કાશ્મીર યુનિવર્સિટીની બહાર જ એક મોટો વિસ્ફોટ થયો હતો, અને ત્યાં પણ બૉમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.જ્યારે કુલગામમાં જ એક સરકારી કાર્યક્રમમાં જ વિસ્ફોટ થયો હતો. આમ પાકિસ્તા વારંવાર આવી ના પાક હરકત કરી રહ્યું છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે એક જ દિવસમાં કાશ્મીરમાં ચાર હુમલા થયા હતા, ચોથો હુમલો હજરતબલ દરગાહ પાસે મંગળવારે થયો હતો જેમાં એક વ્યક્તિ ઘવાઇ હતી. આમ પાકિસ્તાન કલમ 370 નાબૂદ કર્યા પછી વારંવાર આંતકી હુમલાઓ કરી રહ્યું છે.

એક જ દિવસમાં કાશ્મીર માં ચાર હુમલાઓ થયાં છે. આમ આખા દિવસમાં થયેલા ચાર મોટા હુમલામાં એક સરપંચ સહીત બેના મોત નિપજ્યા છે જ્યારે 10 થી વધુ લોકો ઘવાયા છે. જેથી કાશ્મીરમાં પોલીસ બધી કરી દેવામાં આવી છે.

સોમવારે જ બારામુલ્લામાં ચાર આતંકીઓ ગ્રેનેડ સાથે ઝડપાયા હતા, પોલીસે આ શંકાસ્પદ આતંકીઓની પૂછપરછ હાથ ધરી છે અને સંપૂર્ણ તપાસ હાથ ધરી છે. હાલ કાશ્મીરના અનંતનાગમાં ગ્રામ પંચાયતની કચેરીને ગ્રેનેડથી ઉડાવી દેવામાં આવી તેની આસપાસના વિસ્તારોને સૈન્ય દ્વારા તપાસ કરવામા આવી રહી છે અને અતાકીઓ ને મારવાની પ્લાનિંગ કરી રહ્યાં છે.

અતાકીઓ કાશ્મીર માં એક જ દિવસમાં ચાર જગ્યાએ હુમલો કર્યો હતો. આતંકીઓ હુમલો કરીને નજીકના જંગલ વાળા વિસ્તારોમાં ભાગી ગયા હોવાની શંકા છે અને ત્યાં ભાગી ક્યાંક છુપાઈ જવાની આશંકા છે.

જ્યારે સાથે જ આ હુમલામાં જે પણ લોકો ઘવાયા છે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.અને તેમની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તામ્બે જણાવી દઈએ કે આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ પ્રકારના હુમલા હજુ પણ થશે તેવા ભયને પગલે સરપંચો દ્વારા પણ સુરક્ષાની માગણી કરવામાં આવી રહી છે.અને કાશ્મીરમાં સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જ્યારે આ હુમલો થયો ત્યારે એક સરકારી કાર્યક્રમ બેક ટૂ વિલેજ એટલે કે ગામડે પાછા આવો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

આ ઉપરાંત અતાકીઓ એ યુનિવર્સિટીમાં પણ હુમલો કર્યો હતો.જ્યારે શ્રીનગરમાં કાશ્મીર યુનિ. પાસે એક દરગાહની નજીક જ વિસ્ફોટ થયો હતો, જેને પગલે રાજ્યના ડીજીપીએ કાશ્મીરના અને ખાસ કરીને શ્રીનગરના જેટલા પણ ધાર્મિક સૃથળો છે તેની આસપાસ સુરક્ષા વધારી દેવાના આદેશ આપ્યા હતા અને જવાનો તૈનાત કરી દીધા હતાં અને સુરક્ષા વધારી દીધી હતી.આ ઉપરાંત આ પહેલા રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નરે ડીજીપીને સુરક્ષા વધારી દેવા કહ્યું હતું.

25મીએ રાત્રે ત્રાલમાં એક સુફી દરગાહને સળગાવી દેવામાં આવી હતી, જેની ઉપ રાજ્યપાલે આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને આ પ્રકારના હુમલાને કાયર ગણાવ્યું હતું.આ ઘટના માટે જવાબદાર તત્વોની પોલીસ શોધખોળ કરી રહી છે.અને આ મામલે પોલીસ સંપૂર્ણ શોધખોળ કરી રહી છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સોમવારે મોડી રાત્રે આ ગોળીબાર થયો હતો, અહીંના ગ્રામીણ વિસ્તારોમાં લોકો સુતા હોય ત્યારે જ તેમને નિશાન બનાવવાના ઇરાદાથી પાકિસ્તાને આ ગોળીબાર કર્યો હતો,અને લોકો ઓર ફાયરિંગ કર્યું હતું.

પરોઢીયે ચાર કલાકે આ ગોળીબાર શરૂ થયો હતો જે મંગળવારે સવારે 10 વાગ્યા સુધી ચાલ્યો હતો.આમ પાકિસ્તાન વારંવાર સિઝ ફાયરિંગ કરી રહ્યું છે.એટલે કે પાકિસ્તાને સતત આશરે છ કલાક સુધી ચાલ્યો હતો.પાકિસ્તાને આ ગોળીબારમાં મોર્ટારમારો પણ કર્યો હતો. જોકે ભારતીય સૈન્યએ પણ તેનો આક્રામક જવાબ આપ્યો હતો.

આને પાકિસ્તાની લોકો ને આકારો જવાબ આપી ગોળીવાર કર્યો હતો.આ ગોળીબારમાં કોઇ જાનહાનીના અહેવાલો નથી. જ્યારે હજુ પણ પાક. ગોળીબાર કરી શકે છે તેવા અહેવાલો છે.જેથી જવાનો ને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે.અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker