પાકિસ્તાની સેના પર હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યાછે. પ્રાપ્ત માહિતી મુજબ, બલૂચ સ્વતંત્રતા સેનાનિયો દ્વારા પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, આ હુમલો રોકેટ અને બીજા ઘાતક હથિયારો વડે કરાયો છે.
આ ઘટના અવારાન જિલ્લાના પિરાંજર વિસ્તારમાં બનતી રહે છે. આ જગ્યા બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલ છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ હુમલામાં મોટી સંખ્યામાં સૈનિકોના મોત નીપજ્યા છે. જ્યારે IED બ્લાસ્ટમાં પાકિસ્તાની સેનાનું વાહન ક્ષતિગ્રસ્ત પણ થયું છે.
જ્યારે આ બાબતમાં અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સેનાના વાહન પર પાકિસ્તાની ઝંડો રહેલો હતો. આ હુમલામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે પાંચ ઈજાગ્રસ્ત થયા હતા. મોતને ભેટેલા સૈનિકોમાં પાકિસ્તાની સેનાના લાંસ નાયક મોહમ્મદ મુનીરનું નામ પણ સામેલ છે.
તેની સાથે આ હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબ્રેશન ફ્રંટે દ્વારા લેવામાં આવી છે. આ બાબતમાં બીએલએફના પ્રવક્તાએ જણાવ્યું છે કે, પાકિસ્તાની સેનાના 11 લોકો માર્યા ગયેલા છે. પાકિસ્તાની સેના પર આ હુમલો એટલા માટે કરવામાં આવ્યો છે કેમ કે, આ લોકો તે વિસ્તારમાં એક ઓપરેશનનને પાર પાડવા માટે આવ્યા હતા.
આ હુમલામાં હાલમાં કેટલા લોકો પણ માર્યા ગયા હતા તે હજુ જાણવા મળ્યું નથી. આ ઘટના અંગે પાકિસ્તાની સેના તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. તેમ છતાં પાકિસ્તાનની સેના પર બલૂચિસ્તાનના લોકો પર અત્યાચાર કરવાનો આરોપ લગાવવામાં આવતો રહે છે.