આશ્ચર્યજનક: મહામારીમાં પાકિસ્તાને ભારતની મદદ માટે આવ્યું આગળ, મેડિકલ સાધનસામગ્રી આપવાની કરી વાત

ભારતનાં કોરોનાનો હાહાકાર હવે વિશ્વના ચારેય બાજુ ગૂંજી રહ્યો છે.વિશ્વના ઘણા દેશો ભારતની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા પણ ભારતને મદદ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે જેના કારણે સૌ કોઈ હેરાન રહી ગયા છે. જોકે પાકિસ્તાની આ દરિયાદિલી જોઈને લોકોને પણ ગમ્યું પણ છે.

મેડિકલ સામાન માટેની મદદ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એવું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે કપરા સમયમાં પાકિસ્તાન પણ ભારતની મદદ કરવા માટે તૈયાર છે. જેમા પાકિસ્તાને ભારતને જરૂરી મેડિકલ સામાન આપવા માટેની તૈયારીઓ દર્શાવી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે આ મહામારીમાં સંકટ સમયે પાકિસ્તાન તેમની સાથે છે.

સાથે મહામારીનો સામનો કરવાની વાત

પાકિસ્તાન ભારતને વેન્ટિલેટર, બાઈપપ મશીન, એક્સ રે મશીન, પીપીઈ કીટ જેવા સાધનો આપવા માટે તૈયાર છે. જોકે ભાતે હજું સુધી આ મામલે કોઈ પ્રતિક્રીયા નથી આપી. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે બંને દેશો સાથે મળીને સાથે મળીન કોરોના મહામારી સામે લડવાના બધાજ સંભવિત પ્રયાસો કરી શોધી રહ્યા છે. જેથી તેઓ મદદ કરવા તૈયાર છે.

50 એમ્બ્યુલન્સ આપવાની રજૂઆત

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અને વિદેશમંત્રીએ કોરોના મહામારીમાં ભારત સાથે ઉભા છે. તું ટ્વીટ કર્યું હતું. તેણે ઈધી ટ્રસ્ટ દ્વારા ભારતને 50 એમ્બ્યુલન્સ આપવાની રજૂઆત પણ કરી છે. જે માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સાથેજ પાકિસ્તાનના રહેવાસીઓ પણ સોશિયલ મીડિયા દ્વારા ભારતના લોકો માટે દુઆ માગી રહ્યા છે. અને ભારતના મદદ માટે ત્યા હેશટેગ ટ્રેન્ડીંગમાં થયા છે.

બીજ ઘણા દેશો ભારતની મદદ માટે તત્પર

ભારતની મદદ માટે બીજા ઘણા દેશો આગળ આવ્યા છે. જેમા ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ જેવા દેશો દ્વારા પણ ભારતને મદદ માટે આશ્વાસન આપવામાં આવ્યું છે. કોરોનો હવે ભારતમાં કહેર વર્શાવી રહ્યો છે. જેના કારણે ભારતની મોટી મોટી હોસ્પિટલોની હાલ હવે ખરાબ છે. સાથેજ હોસ્પિટલોમાં ઓક્સિજનોની પણ અછત છે. ત્યારે આવા સમયે વિશ્વના ઘણા દેશો મદદ માટે આગળ આવી રહ્યા છે.

પરિસ્થિતી બેકાબૂ

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે હાલ ભારતમાં સૌથી ખરાબ પરિસ્થિતી સર્જાઈ છે. વિશ્વમાં  સૌથી વધારે કેસ ભારતમાં નોંધાઊ રહ્યા છે. રોજના 2 હજાર કરતા વધારે લોકોના મોત થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં લોકોને જગ્યા નથી મળી રહી. સાથેજ એમ્બ્યુલન્સ સેવા પણ હવે વેઈટીંગમાં બોલાય છે. તેવી પરિસ્થિતી છે. જેથી વિશ્વના ઘણા દેશો ભારતની મદદ માટે આગળ આવી રહ્યા છે.

Scroll to Top