દેશમાં આજે એક એવી ઘટના બની કે દરેક દેશવાસીની આંખ ભીની થઈ ગઈ. જે રાત દિવસ જાગીને આપણી રક્ષા કરે છે તે આપણા રણબંકા જવાનોને કાયરતા પૂર્વક આતંકીઓએ મોતની નિંદ સુવડાવી દીધા.
આપણા એ બહાદૂર જવાનોની વિદાયથી દરેક દેશવાસીઓનું લોહી ઉકળી ઉઠ્યું છે. આતંકીઓએ આજે કાયરતાની એટલી હદ વટાવી દીધી હતી કે જવાનોના મૃતદેહ પણ ના ઓળખી શકાય તેમ ન હતા. દરેક દેશવાસીની આંખોમાં આંસુ.
જમ્મુ કશ્મીરના પુલવામાના ગોરીપોરા વિસ્તારમાં ફરી એકવાર આતંકીઓ તેમની કાળી કરતૂત કરવામાં સફળ થયા. ફરી એકવાર ભોગ લેવાયો આપણા એ વીર જવાનોનો એક જેમના પર દરેક દેશવાસીને ગર્વ છે.
આતંકીઓએ સેનાના કાફલા પર IED બ્લાસ્ટ કર્યો. આ હુમલો મોદી સરકારના શાસનનો સૌથી મોટો હુમલો છે. જેને લઇને સમગ્ર દેશ આજે રડી રહ્યો છે. આખો દેશ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. દરેક દેશવાસીનું લોહી ઉકળી ઉઠયું.
તો જે નરાધમોએ આપણા વીરોને રહેસી નાંખ્યા એ નરાધમ એટલે જૈશ એ મોહંમદ. આ નરાધમ આતંકી સંગઠનો હુમલાની જવાબદારી સ્વીકારી છે.
આ ઘટનાને અંજામ આપનારો નફ્ફટ નરાધમ ડ્રાઈવર બીજુ કોઈ નહીં પણ આપણા જ દેશનો એક દેશદ્રોહી હતો. જે પુલવામાના ગુંડઈ બાગનો રહેવાસી હતો. તેનું નામ નરાધમ આદિલ અહેમદ ઉર્ફે વકાસ કમાન્ડો હતો. જેને લઇને દેશના લોકોનું લોહી ઉકળી ઉઠયું છે. ત્યારે દેશના લોકો જડબાતોડ જવાબની માગ કરી રહ્યા છે.
દેશના વીર રણબંકોઓની વિદાય આ હુમલો એટલે તીવ્ર હતો કે સેનાની ગાડીના કુરચે કુરચા ઉડી ગયા.
અનેક જવાનોએ ઘટનાસ્થળ પર જ પોતાનો દેહ આ દેશ માટે છોડી દીધો. તો કેટલાક વીરોએ હોસ્પિટલમાં સારવાર લઈ આ ધરતી પરથી વિદાય લીધી. બ્લાસ્ટ બાદ રોડ લોહીથી લથપથ થઈ ગયો. રસ્તા પર કાટમાળ જ નજરે પડી રહ્યો હતો.
જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર વીર જવાનોના અવશેષો જ પડેલા હતા. આપણા એ રણબંકાઓના મૃતદેહ આમ તેમ વેર વિખેર પડ્યા હતા.
જવાનોના મૃતદેહ હાલત જોઈ પણ શકાય તેવી ન હતી. આતંકીઓને આત્મઘાતી બ્લાસ્ટ કરી સુરક્ષાદળોને નિશાન બનાવ્યા. CRPFના કહેવા મુજબ 2500 થી વધારે જવાનોનો કાફલો પુલવામા તરફ જઈ રહ્યો હતો. ત્યારે આતંકીઓ પોતાની કાયરાના હરકત કરી આ હુમલો કરવામાં સફળતા મેળવી હતી. આતંકીઓએ બ્લાસ્ટની સાથે ફાયરિંગ પણ કર્યું હતું.
તેના નિશાન પણ સેનાની ગાડીઓ પર મળ્યા હતા. આ હુમલામાં સેનાના મેજર પણ શહીદ થયા જ્યારે હજુ કેટલાય જવાન હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
CRPF પર મોટા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ કર્યો વધુ એક હુમલો.
જમ્મુ કાશ્મીરના શોપિયામાં વધુ એક આતંકવાદી હુમલો થયો છે. કીગમ ખાતે પોલીસસ્ટેશન પર આતંકીઓએ હુમલો કર્યો છે.
કિગમ પોલીસ સ્ટેશન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જોકે સેના દ્વારા જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં સુરક્ષાબળો દ્વારા જવાબી ફાયરિંગ કરાતા આતંકીઓ ભાગ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
આખા દેશ માં જનતા નો રોષ છે આજે કેટલીય દુકાનો બન્ધ છે રેલી રાખી શહિદ ઓ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે નરેન્દ્ર મોદી સામે એક જ વાત છે યુદ્ધ એ જ કલ્યાણ ની નીતિ અપનાવી જોઈએ.