પડોશી દેશ પાકિસ્તાન ધીમે ધીમે હવે દેવામાં ડૂબી રહ્યો છે. કારણકે દેશમાં આર્થીક પરિસ્થિતી ઘણી બગડી રહી છે. જેના કારણે સામાન્ય પ્રજાને બે ટાઈમનું ભોજન પણ ન મળી શકે તેવી હાલત થઈ ગઈ છે. પાકિસ્તાને વટ બતાવા માટે ભારત પાસેથી ખાંડ અને કપાસની ખરીદી કરવાનો ઈન્કાર કર્યો હતો. જેનું પરિણામ હાલ પાકિસ્તાન ભોગવી રહ્યો છે.
ભારતને વટ બતાવા ખાતર તેણે ખાંડ ખરીદવાની ના તો પાડી દીધી. પરંતુ હાલમાં ત્યા ખાંડનો ભાવ 100 રૂપિયા કરતા પણ વધારે પહોચી ગયો છે. આ સાથેજ અહીયા રસોઈગેસની પણ ભારે અછત સર્જાઈ છે. સાથેજ ફુગાવાનો દર પણ 9 ટકાની સપાટીએ પહોચી ગયો છે.
ઉપરાંત પાકિસ્તાનમાં દૂધ, ઈંડા, શાકભાજી તથા ફળોની કિંમતમાં પણ ખૂબ વધારો થઈ ગયો છે. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે પાકિસ્તાનમાં 25 ટકાથી વધારે લોકો ગીરબીની રેખા નીચે જીવી રહ્યા છે. જે લોકો માટે આ મોંઘવારીનો સામનો કરવો અસહ્ય બની રહ્યો છે. પરંતુ ઈમરાન ખાનની સરકાર દ્વારા તેમની વીશે કશુંજ વિચારવામાં નથી આવતું.
ભારત પાસેથી ખાંડની આયાત નહી કરવાનો પાકિસ્તાન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ ખાંડની કિંમતમાં પણ 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. ગત વર્ષે અહીયા ખાંડની કિંમત 80 રૂપિયા હતી. પરંતુ અહીયાના વેપારીઓનું કહેવું છે. આ વર્ષે ભારતમાંથી ખાંડની આયાત અટકાવી દેવામાં આવી છે. જેના કારણે ખાંડના ભાવ 100 રૂપિયા ઉપર પહોચી ગયા છે.
દૂધના ભાવ પાકિસ્તાનમાં 130 રૂપિયા પહોચી ગયા છે. સાથેજ ચીકન અને મટનના ભાવ પણ અહીયા 365થી માંડીને 500 રૂપિયા થઈ ગયા છે. લિટરદીઠ દૂધ અહીયા 130 રૂપિયા છે. સાથેજ એક કીલો બટાકાની કિંમત પણ 60 રૂપિયા પહોચી ગઈ છે. અને ટામેટાની કિંમત પણ 100 રૂપિયા થઈ ગઈ છે. જેના કારણે લોકો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે.
આ સીવાય ઈમરાન ખાનની સરકારે ગેસની ખરીદી પણ કરી નતી જેથી અહીયા ગેસની અછતનો પણ લોકો ભારે સામનો કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં અહિયા વિજળી દરોમાં પણ 31.5 ટકાનો વધારો થયો છે. સાથેજ ઘઉના લોટમાં 20 ટકાનો વધારો થયો છે. આ સીવાય કઠોળની કિંમતમાં 20 અને વનસ્પતિ ઘીની કિંમતમાં પણ 17 ટકા જેટલો વધારો થયો છે.
ઉલ્લેખનિય છે મોંઘવારીને કારણે ઈમરાન સરકારે તેના મંત્રીઓને પણ ખસેડી કાઢ્યા અને નવા મંત્રીઓની નિમણૂંક કરી તેમ છતા પણ તેની મોંઘવારી પણ કોઈ નિયંત્રણ આવી શક્યું નથી.