‘નિશા’ અને ‘અંકિતા’ બની પાકિસ્તાની એજન્ટે ભારતીય સૈનિકને ફસાવ્યા અને ખુફીયા જાણકારી…

રાજસ્થાન પોલીસની ઈન્ટેલિજન્સ ટીમે ભારતીય સેનાના એક જવાનની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી છે. સેનાના જવાન પર સેનાની માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એજન્ટોને મોકલવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની મહિલા એજન્ટોએ સેનાના જવાનને હની-ટ્રેપ કર્યા હતા ત્યારબાદ જવાને તેમને ભારતીય સેના સાથે જોડાયેલી ગુપ્ત માહિતી અને વીડિયો મહિલાને મોકલ્યા હતા. ઓફિસિયલ સિક્રેટ એક્ટ, 1923 હેઠળ કેસ નોંધીને જવાનની ધરપકડ કરવામાં આવી છે.

નિશા અને અંકિતાના નામ જણાવી જવાનને ફસાવ્યા

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલીજન્સ) ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે આરોપી જવાનનું નામ શાંતિમય રાણા છે. 24 વર્ષીય રાણા માર્ચ 2018થી ભારતીય સેનામાં તૈનાત છે. આરોપી જવાન પશ્ચિમ બંગાળના બગુંડા જિલ્લાનો રહેવાસી છે અને જયપુરમાં આર્ટીલરી યુનિટમાં તૈનાત હતો.

પીટીઆઈ અનુસાર, ઉમેશ મિશ્રાએ વધુમાં કહ્યું કે,”આરોપી શાંતિમય રાણા છેલ્લા કેટલાક સમયથી રાજ્ય પોલીસના ગુપ્તચર વિભાગના રડાર પર હતો અને તેને 25 જુલાઈએ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આરોપીએ તેની રેજિમેન્ટ સાથે સંબંધિત ગોપનીય માહિતી અને સેનાની કવાયતના વીડિયો સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યા હતા. તે એક પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હતી જેણે પોતાનો પરિચય ગુરનૂર કૌર ઉર્ફે અંકિતા તરીકે આપ્યો હતો.આ સિવાય નિશા નામની અન્ય એક મહિલા પણ રાણાના સંપર્કમાં હતી.’

મહિલાએ કહ્યું- યુપીમાં મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસમાં પોસ્ટ

“આરોપી શાંતમય રાણા કહે છે કે અંકિતાએ તેને કહ્યું હતું કે તે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસમાં પોસ્ટેડ છે. જ્યારે બીજી મહિલા નિશાએ જણાવ્યું કે તે મિલિટરી નર્સિંગ સર્વિસમાંથી છે. આ બંને મહિલાઓએ તેને મિત્રતાના જાળામાં ફસાવી દીધો હતો. સોશિયલ મીડિયા પર વાતચીત બાદ બંને મહિલાઓએ રાણાનો મોબાઈલ નંબર લીધો હતો. બંને રાણા સાથે વોટ્સએપ પર વાત કરતા હતા. બંનેએ પહેલા રાણાનો વિશ્વાસ જીત્યો. પછી તેણીએ તેની પાસેથી ગુપ્ત માહિતી લેવાનું શરૂ કર્યું. રાણાએ તેની રેજિમેન્ટ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી અને આર્મી એક્સરસાઇઝ સાથે સંબંધિત વીડિયો તેની સાથે શેર કર્યા હતા. બદલામાં તેને પૈસા પણ મળતા હતા.”

ભારતીય સૈનિકોને જાળમાં ફસાવવાનો પહેલો કિસ્સો નથી

અગાઉ મે 2022માં પણ રાજસ્થાનમાં તૈનાત સેનાના જવાનને પાકિસ્તાની એજન્ટો દ્વારા હનીટ્રેપમાં ફસાવવાનો મામલો સામે આવ્યો હતો. જોધપુરમાં આર્મી રેજીમેન્ટમાં તૈનાત પ્રદીપ કુમારને પાકિસ્તાની મહિલાએ લગ્નના બહાને ખોટા પ્રેમ પ્રકરણમાં ફસાવી હતી. મહિલાએ પોતાને મધ્યપ્રદેશની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેને પોતાની જાળમાં ફસાવીને પ્રદીપ પાસેથી ભારતીય સેના સંબંધિત ઘણી માહિતી મેળવી હતી.

Scroll to Top