પાકિસ્તાની યુવતી આયેશાએ ‘મેરા દિલ યે પુકારે આજા’ ગીત પર ડાન્સ કરીને નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. હવે દરેક લોકો આ ગીત પર પોતાનો વિડિયો બનાવી રહ્યા છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. આયેશાએ લગ્ન સમારોહમાં “મેરા દિલ યે પુકારે આજા” ગીત પર ડાન્સ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. આયેશાનો વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો. જે બાદ આ ગીત પર વિડિયો રીલ બનાવવાની સ્પર્ધા ચાલી રહી છે. બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘સૂર્યવંશમ’ના ક્રોધિત ભાનુ પ્રતાપ પણ આ સ્પર્ધામાં જોડાયા છે.
વાસ્તવમાં એક સોશિયલ મીડિયા યુઝરે ફિલ્મ સૂર્યવંશમના આ ગીત પર ભાનુ પ્રતાપના ડાન્સની ક્લિપ એડિટ કરી છે. સોશિયલ મીડિયા પર “મેરા દિલ યે પુકારે આજા” ગીતની આ એડિટ કરેલી ક્લિપને લોકો ખૂબ શેર કરી રહ્યાં છે.
View this post on Instagram
વાયરલ રીલમાં, અમિતાભ બચ્ચન એટલે કે ભાનુ પ્રતાપ લતા મંગેશકરની ‘મેરા દિલ યે પુકારે આજા’ના રિમિક્સ બીટ્સ પર ધૂમ મચાવતા બતાવવામાં આવ્યા છે. એડિટ એ રીતે કરવામાં આવ્યું છે કે એવું લાગે છે કે ભાનુ પ્રતાપ તેના વીડિયોમાં આયેશાના ડાન્સ મૂવ્સની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્લિપ ‘manojchauhan70_’ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી.
9 ડિસેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો ત્યારથી, વિડિયોએ 11 મિલિયનથી વધુ વ્યૂઝ અને 900,000 લાઇક્સ એકત્રિત કર્યા છે. જણાવી દઈએ કે “મેરા દિલ યે પુકારે આજા” પર કરેલો ડાન્સ પાકિસ્તાનની આયેશાના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો રીલ સામે આવ્યા બાદ આયેશા ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.