ભૂુજમાં પાકિસ્તાની બોટ મળી આવતા આખા ગુજરાતમાં હડકંપ, તપાસનો દોર શરૂ

ભારતીય સીમા સુરક્ષા દળને મોટી સફળતા મળી છે. તેણે ગુજરાતના ભુજમાં ભારતીય હદમાં ઘૂસેલા પાકિસ્તાની જહાજને જપ્ત કર્યું છે. ગુજરાત BSFએ કહ્યું છે કે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. પરંતુ પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે. આ એક પારંપારિક બોટ છે જેનો ઉપયોગ માછીમારી માટે થાય છે. બોટ એન્જિન વગરની છે. બીએસએફનું કહેવું છે કે પાકિસ્તાની બોટ ભારતીય સીમામાં લગભગ 100 મીટર અંદર જોવા મળી હતી, ત્યારબાદ તેને જપ્ત કરવામાં આવી હતી.

માછીમારો ઝાડીઓનો સહારો લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા

ANIના સમાચાર અનુસાર, BSF ભુજની ટીમ અરબી સમુદ્ર પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બીપી નંબર 1158 હરામી નાળા વિસ્તારમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ બનવાની આશંકા હતી. પછી જોયું કે પાકિસ્તાની માછીમારો ત્રણ-ચાર બોટમાંથી ભારતીય જળસીમામાં ઊંડે સુધી આવી રહ્યા છે. આ પછી તરત જ પેટ્રોલિંગ પાર્ટી ત્યાં પહોંચી ગઈ. જ્યારે પેટ્રોલિંગ ટીમ જઈ રહી હતી ત્યારે પાકિસ્તાની માછીમારો આસપાસમાં ઝાડીઓની મદદથી છુપાઈ ગયા હતા અને પાકિસ્તાની વિસ્તારમાં નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ પછી BSFની ટીમે એક બોટ જપ્ત કરી હતી.

આસપાસના દરિયામાં સર્ચ ઓપરેશન

બીએસએફનું કહેવું છે કે એન્જિન વગરની બોટને જપ્ત કરવામાં આવી છે. આ બોટ પાકિસ્તાનમાં બનેલી છે. બોટને જપ્ત કરવા માટે સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જો કે, તેમાં કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. બોટમાં માત્ર માછલી, જાળ અને અન્ય કેટલાક ફિશિંગ સાધનો જોવા મળ્યા હતા. પરંતુ બીએસએફની ટીમે આ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પછી પણ કંઈ કામ ન થયું. પાકિસ્તાની માછીમારો પહેલા જ ભાગી ગયા હતા.

Scroll to Top