પાકિસ્તાનની અવળચંડાઇ, FATF ની કાર્યવાહીથી બચવા માટે ખોટું નિવેદન આપ્યું!

પાકિસ્તાન તેની હરકતોથી બચી રહ્યું નથી. હવે પાકિસ્તાને પેરિસ સ્થિત ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની કાર્યવાહીથી બચવા માટે આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા જેવા પગલાં લેવાનું નાટક કર્યું છે. પાકિસ્તાન આ વખતે FATF ગ્રે લિસ્ટમાંથી બહાર આવે તેવી શક્યતા છે. જો કે, તે પહેલા તે જૂની હરકતો પર ઉતરી આવ્યું છે.

પાકિસ્તાને હાલમાં જ અફઘાનિસ્તાનને પત્ર લખ્યો છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, પત્રમાં કહેવામાં આવ્યું છે કે મસૂદ અઝહર નાંગરહાર અને કુનાર વિસ્તારમાં છુપાયો હોવાની શક્યતા છે. આવી સ્થિતિમાં તેની ધરપકડ કરીને જાણ કરવી જોઈએ.

એટલું જ નહીં FATFના દબાણને કારણે પાકિસ્તાને તાજેતરમાં જ લશ્કર-એ-તૈયબાના ઓપરેશનલ કમાન્ડર સાજિદ મીર પર પણ કાર્યવાહી કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાન અત્યાર સુધી સાજિદ મીરને મૃત કહેતો આવ્યો છે. સાઉથ એશિયા પ્રેસના અહેવાલ મુજબ, આ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીને લઈને પાકિસ્તાનનું બેવડું વલણ દર્શાવે છે.

એ તો બધા જાણે છે કે લશ્કરે બે દાયકામાં અનેક વખત પોતાનું નામ બદલ્યું છે અને તે પાકિસ્તાનમાં સતત સક્રિય છે. થોડા સમય માટે તે જમાદ-ઉદ-દાવા તરીકે જાણીતું હતું. પરંતુ જ્યારે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે તેણે ફલાહ-એ ઇન્સાનિયત ફાઉન્ડેશનના નામથી કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે આ પણ તપાસમાં આવ્યું ત્યારે તેનું નામ બદલીને અલ્લાહ હુ અકબર તહરિર કરવામાં આવ્યું.

આવી સ્થિતિમાં, એક વાર ફરી સવાલ ઉઠવા લાગ્યો છે કે શું પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ (JeM) ચીફ મૌલાના મસૂદ અઝહર સહિત યુએન દ્વારા નિયુક્ત આતંકવાદીઓ વિરુદ્ધ FATFના દબાણ હેઠળ કાર્યવાહી કરશે? જોકે, આ શક્ય જણાતું નથી.

પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે મસૂદ અઝહર તેના દેશમાં નથી, પરંતુ તે કદાચ અફઘાનિસ્તાનમાં છે. સાઉથ એશિયા પ્રેસના જણાવ્યા અનુસાર ભલે પાકિસ્તાન દાવો કરી રહ્યું હોય કે તેને શોધી શકાય તેમ નથી. તે પાકિસ્તાની સોશિયલ મીડિયા નેટવર્ક પર લેખો જારી કરતો રહે છે. તે જૈશ આતંકવાદીઓને જેહાદમાં જોડાવા માટે ઉશ્કેરે છે. આ સાથે જ તેણે ભૂતકાળમાં કાબુલ પર તાલિબાનના કબજાની પણ પ્રશંસા કરી હતી. જૈશે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીત મુસ્લિમોની જીતનો માર્ગ ખોલશે.

FATF દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવા છતાં જૈશ અને જમાત-ઉદ-દાવા જેવા પ્રતિબંધિત સંગઠનોના નેતાઓ પાકિસ્તાનમાં તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં સક્ષમ છે. તેઓ યુવાનોને જેહાદ માટે ઉશ્કેરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સતત પ્રવૃત્તિ બતાવે છે.

Scroll to Top