ખેતરમાં ઝટકામશીન વાપરવા વાળા માટે ચેતવણીરૂપ કિસ્સો: આ ગામ માં એક સાથે ત્રણ લોકો એ એક સાથે ગુમાવ્યા જીવ

પાલનપુર એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં પશુઓને રોકવા માટે વપરાતા ઝટકા મશીનથી વીજ-કરંટ લાગતા માતા અને બે સંતાનના મોત થયા છે. આ ઘટના પાલનપુર તાલુકાના ગઠામણ ગામ નજીક સધીમાંના મંદિર પાછળ આવેલા એક ખેતરમાં બની હતી. તેમ છતાં આ અંગે હજુ સુધી પોલીસ ફરિયાદ દાખલ કરાઈ નહોતી.

તેની સાથે પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેનાર ખુશાલભાઈ હીરાભાઈ જગાણિયાનું પાલનપુર તાલુકાના ગઠામણ નજીક સધી માતાના મંદિર પાસે ફાર્મ હાઉસ આવેલું છે.

જ્યારે ખેતરમાં ભૂંડ તેમજ અન્ય પશુઓ ખેતીના પાકને નુકસાન ન કરે તે માટે ઝટકા મશીન મૂકી તેના વીજ વાયર ખેતરની ફરતે ગોઠવવામાં આવ્યા છે. ત્યારે ગઈ કાલની સાંજના સુમારે ખુશાલભાઈ હીરાભાઇ જગાણિયાના પુત્ર ભાવેશભાઈની પત્ની કોકિલાબેન અને બાળકો જૈમિન અને વેદુ ખેતર પાસેથી પસાર થતા હતા.

દરમિયાન આ વીજ વાયરની ઝપેટમાં આવી ગયા અને કરંટ લાગતા માતા અને બંને પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેના કારણે ચકચાર મચી ગયો છે. તેમ છતાં સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ દાખલ ન કરવામાં આવી નથી.

આ બાબતને લઈને ઉત્તર ગુજરાત વીજ કંપની પાલનપુરના અધિકારી એલ. એ. ગઢવી કહેવામાં આવ્યું છે કે, ગઠામણ નજીક ખેતરમાં મૂકેલા ઝટકા મશીનના કરંટથી 3 ના મોત નીપજ્યાની જાણકારી સામે આવી છે. જયારે આ બાબત વીજ કંપનીના કર્મચારીઓની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Scroll to Top