પાલનપુર: લગ્ન પ્રસંગમાં દલિત યુવકના પરિવારે માથે સાફો બાંધતાં પથ્થરમારો

પાલનપુર-ડીસા હાઈવે પર આવેલા મોટાગામમાં સોમવારે અનુસૂચિત જ્ઞાતિના યુવકના વરઘોડામાં સાફો પહેરવાના મુદ્દે હોબાળો સર્જાયો હતો. એક દિવસ અગાઉ જ આર્મીમાં ફરજ બજાવતા વરરાજાના મોટાભાઈએ વરઘોડા માટે પોલીસ રક્ષણ માગ્યું હતું. જોકો પોલીસની હાજરીમાં પથ્થરમારો થયો હતો. આ દરમિયાન પોલીસની હાજરીમાં બખેડો થતાં પોલીસે કલમ 151 હેઠળ બે જણાની અટકાયત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુર તાલુકાના મોટાગામમાં શેખલિયા પરિવારમાં અતુલ કુમારના લગ્ન હતા. માટે વરરાજાના મોટાભાઇએ આ લગ્ન ધામધૂમથી કરવાનું નક્કી કર્યું હતું અને નાના ભાઇના લગ્ન માટે અતુલભાઇએ તમામ તૈયારીઓ કરવાનું શરૂ કર્યુ હતું પરંતુ આ વાતની જાણકારી ગામલોકોને મળતા આ અંગે એક બેઠક મળી હતી. જેમા લગ્ન સાદાઇથી કરવા માટે કહેવામાં આવ્યું હતુ. જોકે બેઠકમાં સુરેશભાઈએ આ પ્રકારના લગ્ન કરવા માટે ગામમાં ભેગા થયેલો લોકો પાસે લેખિતમાં માગતા કોઈએ જવાબો આપ્યો નહીં અને ઉભા થઈ જતા રહ્યા હતા.

જોકે બાદમાં પરિવારના મોટેરાઓના કહેવા અનુસાર અતુલભાઇેએ અંતે ઘોડી લાવવાનું મોકૂફ રાખ્યું હતું અને સોમવારે સવારે મોટા ગામમાં ગામની વચ્ચોવચ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીજે બેન્ડ સાથે વરઘોડો નીકળ્યો હતો. જોકે પરિવારના કેટલાક સભ્યો એ માથે સાફા પહેર્યા હતા. જેને લઇ મોટા ગામના કેટલાક યુવનોને ગમ્યુ નહતું અને આ ટીખળખોર યુવાનોએ જાન પર પથ્થરમારો કર્યો હતો.

આ મામલે ડીસાના DySP ડો. કુશલ ઓઝાએ જણાવ્યુ હતું કે, પાલનપુરના મોટા ગામે બે વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો