ભાવનગર જિલ્લાના પાલિતાણાથી દર્દનાક ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લામાં ગઈ કાલના મોડી રાત્રિના ભારે વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે આ દરમિયાન ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિરની નજીક આવેલ કોઝવે પરથી માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા માટે જઈ રહી હતી. તે દરમિયાન માતાની બેલેન્સ બગડતા ત્રણેય પાણી વહેણમાં તણાઈ ગયા હતા.
જ્યારે આ દરમિયાન આ ઘટનામાં માતાનો આબાદ બચાવ થયો હતો. જેમાં પાલિતાણા શહેરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેનાર અને મોટી રાજસ્થળી રોડ શીતળા માતાના મંદિરની નજીક આવેલ નાળા પાસેથી એક્ટિવા લઈને માતા બંને બાળકોને શાળાએ મૂકવા જઈ રહી હતી.
આ દરમિયાન આ દર્દનાક ઘટના ઘટી હતી. જ્યારે નાળામાં પાસે એક્ટિવા તણાયું ગયું હતું, એમાં ત્રણેય લોકો વહેણમાં તણાઈ ગયા હતાં. તેમ છતાં માતા મીનાબેનનો આબાદ બચાવ થયો છે, જ્યારે પુત્રી અને પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું.
તેની સાથે કલાકોની મહેનત બાદ બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટનાને લઈ તાત્કાલિક પાલિતાણા નગરપાલિકાની ફાયરબિગ્રેડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ તપાસ કરવાની કામગીરી શરુ કરી દીધી હતી. તેમાં બંને તણાયેલાં બાળકોની લાશ કલાકોની મહેનત બાદ મળી આવી હતી.
જેમાં જેઠવા કિરણ રાજુભાઈ (ઉં.મ.12) તથા જેઠવા વિનય રાજુભાઈ (ઉં.મ.18) ના મૃતદેહો મળી આવી હતા. જ્યારે બાળકોના મોત બાદ પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ ગયું છે. પોલીસ દ્વારા ઘટનાએ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા છે.