ભાવનગરના પાલિતાણા એસટી ડેપોમાં મહિલા ઉત્પીડનની ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. જેને લઈને ચારોતરફ ચર્ચાઓ થઈ રહી છે. જેમા પ્રેમી યુવક મહિલા કન્ડક્ટરના વાળ પકડીને માર મારતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કચેરીમાં બેઠેલા અધિકારીઓ પણ આ અંગે યુવકને કંઈપણ બોલી રહ્યા નથી. જ્યારે આ યુવક મહિલાને અપશબ્દો પણ બોલતો જોવા મળી રહ્યો છે.
આ ઘટનાને લઈને માહિતી સામે આવી છે કે, પાલિતાણાના એસટી ડેપોમાં એક મહિલા કંન્ડક્ટર તરીકેની ફરજ બજાવી રહી હતી તે દરમિયાન તે કચેરીમાં બેઠેલી હતી. ત્યારે એક યુવક ત્યાં આવીને મહિલાને ખૂબ અપશબ્દો બોલવામાં લાગ્યો હતો. આ દરમિયાન કચેરીમાં અન્ય અધિકારીઓ પણ હાજર રહેલા હતા. થોડા સમય બાદ મહિલા કંઈ કહેવા માટે ઊભી થઇ તો યુવક દ્વારા મહિલા પર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને વાળ પકડી મહિલા પાસે રહેલી બેગ તેના માથામાં મારી દીધી હતી. ત્યાર બાદ તેણે મહિલાને લાફા પણ માર્યા હતા.
તેની સાથે અધિકારીઓની નજર સામે જ આ ઘટના ઘટી રહી હોવા છતાં તેમના દ્વારા મહિલાને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. તેમ છતાં આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં આવેલા એક મુલાકાતી દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો. જેના કારણે આ વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.
આ બાબતમાં પાલિતાણાના એસટી ડેપોના કાર્યવાહક ડાંગર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં કહેવામાં આવ્યું છે કે, મહિલા કન્ડકટર અને હુમલો કરનાર યુવક તેનો પ્રેમી છે. તેની વચ્ચે કોઇ બાબત અંગે ઝઘડો શરુ થયો હતો તેમજ મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો ઈનકાર કર્યો છે. જેના કારણે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ બંને વચ્ચે હાલ સમાધાન થઈ ગયું છે.