સરકારે આધાર કાર્ડ અને પાનકાર્ડને પરસ્પર લિંક કરવાની ડેડલાઇનને છ મહિના લંબાવાઇ છે. આ પહેલા આધાર-પાનકાર્ડ લિંકિંગ કરવા માટે 31 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી હતી. સરકારે રવિવારે તેને લંબાવી 30 સપ્ટેમ્બર કરી દીધી છે.
સીબીડીટીએ આજે બહાર પાડેલા સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ‘જો કોઈ વિશિષ્ટ છૂટ નથી અપાતી તો આધાર નંબરની માહિતી આપવાની અને પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ હવે 30મી સપ્ટેમ્બર 2019 છે.’ જોકે, તેની સાથે જ એ પણ કહેવાયું છે કે, 1 એપ્રિલ, 2019 થી રિર્ટન ભરવા માટે આધાર નંબર જણાવવો ફરજિયાત હશે.
સીબીડીટીએ કહ્યું કે, અહેવાલો હતા કે જો પાન નંબર 31 માર્ચ સુધી આધારથી લિંક નહીં હોય તે અમાન્ય થઈ શકે છે, તે પછી આ મુદ્દે સરકારે વિચાર કર્યો અને તેના માટે છેલ્લી તારીખ વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી.