પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ગઈકાલે એક એવી ઘટના બની છે, જેમાં એક જ પરિવાર ના ત્રણ લોકો સહીત ચાર લોકોના મોત થયા છે. આ ઘટના પંચમહાલ જિલ્લામાં આવેલ પાનમ નદીમાં (Panam River) એક હોડી (Boat Drowned) ડૂબી જવાથી બની છે. જે હોડીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો (Four Death) સાથે નાવિક ડૂબ્યા હતા. જો કે આ ઘટનાની જાણ મોડી સાંજે ખબર પડી હતી, ત્યારે આ ઘટનાની જાણ થતા આજુબાજુ ના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મૃત દેહને બહાર કાઢવામાં આવ્યા હતા. જે ગઈકાલની મોડી સાંજથી મૃતદેહોની તલાશ કરવામાં આવી રહી હતી.
આ તલાશ દરમિયાન સ્થાનિક તરવૈયાઓએ પહેલાં માતા-દીકરી અને બાદમાં પિતાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જે ઘટનાની જાણ પરિવારના અન્ય સભ્યને થતા તેઓ પણ આ નદી કિનારે દોડી આવ્યા હતા. ત્યારે એક જ પરિવારનીં ત્રણ ત્રણ લાશોની વચ્ચે આંક્રદ કરતાં પરિવારજનોના રૂદનની પાનમનો કાઠો દુ:ખથી ચીરાઈ ગયો હતો. જો કે આ અકારણોસર ડૂબેલી હોડીમાં ચાર વ્યક્તિ બેઠેલા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ખબર પડી હતી કે આ હોડીમાં ગાજીપૂરથી બોરીયાવી જઈ રહેલો પરિવાર નાવિક સાથે ડૂબ્યો હતો. ત્યારે બાદ અહીં નદીમાં મોડી રાતે સ્થાનિક તરવૈયાઓ પાનમને ખૂંદી વળ્યા હતા અને ત્યારબાદ ઘણી મહેનત બાદ તેમને આ મૃત દેહને શોધી કાઢ્યા હતા. જેના કારણે અહીં પાનમ કાંઠે શોકનો માહોલ સર્જાયો હતો. અને અહીં સ્વજનોના રૂદનની ચીસોથી નદીનો કિનારો ગુંજી ઉઠ્યો હતો. જો કે આ ઘટનામાં નાવિકનો મૃતદેહ હજુ પણ મળી આવ્યો નથી, આ નાવિકના મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે.
અહીંના લોકોની પ્રાપ્ત માહિતી અનુસાર આ પરિવારના માતાપિતા પુત્રીને લઈને ત્યાંના મોરવાના ગાજીપૂર ગામે તેમના નજીકના સંબંધીના ઘરે ગયા હતા અને ત્યારબાદ તેઓ ગાજીપૂરથી પાછા પાનમ નદીમાં હોડીમાં બેસી પાછા આવી રહ્યા હતા ત્યારે આ કરૂણાંતિકા ઘટના ઘટી હતી. આજે વહેલી સવારથી જ આ નાવિકના મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે.