ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર, જેતપુરમાં એક મહિનામાં 70 લોકોના મોત

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

રાજ્યમાં હાલ કોરોનાને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. કારણકે સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા આશિંક લોકડાઉન તો કરવામાં આવ્યું છે પરંતુ સંક્રમણ હજું પણ બેકાબૂ છે બીજી તરફ વધતા સંક્રમણને કારણે વેપારીઓના ધંધા પડી ભાગ્યા છે રાજ્યના 38 જેટલા જિલ્લાઓમાં સરકાર દ્વારા રાત્રી કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે જેથી સંક્રમણ કાબૂમાં આવી શકે.

પરંતુ હવે તો શહેરોની સાથે સાથે ગુજરાતના ગામડાઓમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કારણકે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટના જેતપુરમાં સંક્રમણ વાયુ વેગે ફેલાઈ રહ્યું છે જેના કારણે ત્યાના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જેથી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે.

પાચપીપળા ગામમાં એકજ મહિવનામાં 70 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જેના કારણે અહીયાના લોકો હાલ ભયમાં જીવી રહ્યા છે. કોરોનાની બીજી લહેર રાજ્ય માટે ઘણી ઘાતક સાબિત થઈ છે પહેલાતો અમદાવા અને સુરત જેવા મોટા શહેરોમાં કોરોના વકર્યો હતો પરંતુ હવેતો ધીમે ધીમે કોરોના ગામડાઓમાં પહોચી ગયો છે.

ભાવનગરના ગામડાઓમાં પણ સંક્રમણ વાયુ વેગે ફેલાઈ રહ્યું છે. યોગઠ ગામમાં છેલ્લા 20 દિવસમાં કોરોનાને કારણે 90 લોકોના મોત થયા છે. જેના કારણે અહીયાના લોકો પણ હવે ડરી ડરીને જીવી રહ્યા છે. આવીજ પરિસ્થિતી ભાવનગરના રંઘોલા ગામમાં પણ છે. કારણકે અહીયા છેલ્લા બે મહિનામાં કોરોનાને કારણે 72 લોકોના મોત થયા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા લોકડાઉનને કારણે મોટા ભાગના ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓ જાતેજ દુકાનો બંધ કરીને ઘરે બેઠા છે. સાથેજ લોકો પણ ઘરની બહાર નથી નીકળી રહ્યા. ઉપરાંત સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પણ લોકોના ઘરે જઈને તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોનું ઓક્સિજન લેવલ પહેલા ચકાસવામાં આવી રહ્યું છે. સાથેજ જે પણ લોકોમાં લક્ષણો જણાય તેમને દવાઓ આવામાં આવી રહી છે. તે સિવાય જો કોઈનો રિપોર્ટ પોઝિટીવ આવે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યું છે. જોક 10 હજાર કરતા પણ ઓછી વસ્તી ધરાવતા ગામડાઓમાં મોતનો આંકડો વધી જતા લોકોમાં હવે ભય ફેલાઈ ગયો છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો