ઘરે જ બનાવો ચટાકેદાર રેસીપી: ‘મેક્સિકન પનીર ફજિતા’

ઘરે જ બનાવો ચટાકેદાર મેક્સિકન પનીર ફજિતા

સામગ્રી:

  • 2-3 લસણની કળી ઝીણી સમારેલી
  • 1 ડુંગળીની પાતળી લાંબી ચીરી
  • 1 કેપ્સિકમની લાંબી પાતળી ચીરી
  • 4 ર્ટોટિલા
  • ખમણેલું ચીઝ

પનીર મેરિનેટ કરવા માટેની સામગ્રી:

  • 200 ગ્રામ પનીરના લાંબા ટુકડા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચિલી ફ્લેક્સ
  • મરીનો ભૂકો
  • થોડું ઓઇલ

સ્ટફિંગ માટેની સામગ્રી:

  • 1 કેપ્સિકમના ઝીણા ટુકડા
  • 3 ટમેટાં (બી ન લેવાં. ફક્ત બહારનો ભાગ સમારવો)
  • 1 ડુંગળી ઝીણી સમારેલી
  • બે ટેબલ-સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • 1 ટી-સ્પૂન ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચપટી મરીનો ભૂકો

બનાવવાની રીત:

સૌ પ્રથમ પનીરના લાંબા ટુકડા કરો. તેના પર મીઠું, ચિલી ફ્લેક્સ, બ્લેક પેપર અને થોડું ઓઇલ રેડી હળવેથી ટોસ કરો જેથી બધી સામગ્રી સરખી રીતે મિક્સ થઈ જાય. હવે થોડી વાર માટે પનીરને મેરિનેટ થવા સાઇડ પર મૂકી રાખો. લગભગ અડધો કલાક રાખવું. એક બાઉલમાં બીજા સ્ટફિંગ માટેની તમામ સામગ્રી ઉમેરી સરખું મિક્સ કરી એને પણ બાજુ પર રહેવા દો.

હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. એમાં ઝીણું સમારેલું લસણ, ડુંગળી, કેપ્સિકમ, થોડું મીઠું, ચિલી ફ્લેક્સ ઉમેરી છેલ્લે મેરિનેટેડ પનીર ઉમેરો. અને બધું સરખું મિક્સ કરો. હવે એક ર્ટોટિલા લઈ એમાં મેરિનેટ કરેલા પનીરની સામગ્રી અને તૈયાર કરેલું સ્ટફિંગ પાથરી છેલ્લે ખમણેલું ચીઝ ઉમેરો. હવે ર્ટોટિલાનો રોલ વાળી દો અને સર્વ કરી દો.

Scroll to Top