પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને રાજ્યપાલ બીએલ પુરોહિત આજે સવારના 11 વાગ્યે શપથ લેશે. ચન્નીની સાથે બે ડેપ્યુટી સીએમ પણ શપથ લે તેવી શક્યતા છે. બ્રહ્મમોહિન્દ્રા અને CM બનતા-બનતા રહી ગયેલા સુખજિંદર રંધાવાનું નામ રહેલ છે. બ્રહ્મમોહિન્દ્રા હિન્દુ નેતા છે જ્યારે રંધાવા જાટ શીખ સમુદાયમાંથી રહેલ છે. અત્યાર સુધી પંજાબમાં જાટ શીખ સમુદાયના જ મુખ્યમંત્રી બનતા રહે છે.
પંજાબના ઈતિહાસમાં ચન્ની પ્રથમ દલિત મુખ્યમંત્રી રહેશે. પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિદ્ધુના સમર્થનથી ચન્ની મુખ્યમંત્રીની ખુરશી મેળવવામાં સફળ રહ્યા છે. આ ખુરશી ખાલી થવાનું કારણ કેપ્ટન અમરિન્દર સિંહ છે તેમને રાજીનામું આપી દીધું છે.
જયારે ચરણજીત ચન્નીના શપથગ્રહણ બાદ કેબિનેટ પર નજર રખાશે. ચન્ની અત્યાર સુધી ટેકનિકલ શિક્ષણ મંત્રી રહેલા છે. હવે તેમની પાસે કયું મંત્રાલય રહેશે. બે ડેપ્યુટી સીએમની જવાબદારીઓ શું રહેશે? સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે હવે મંત્રી કોણ બનશે અને કેપ્ટન સરકારના મંત્રીઓમાંથી કોનું પત્તું કપાશે.
ચન્ની સીએમ બન્યા બાદ કોંગ્રેસ દ્દવારા લિત કાર્ડ રમવામાં આવ્યું છે. જ્યારે સાધુ સિંહ ધર્મસોતની વાપસી મુશ્કેલ બની ગયેલ છે. તેમના પર દલિત વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં કૌભાંડ કરવાનો આરોપ લાગેલો છે