સ્વિગીમાં પિતાને નોકરી મળતા, દીકરી ખુશીથી ઝુમી ઉઠી… જુઓ ભાવુક વીડિયો

દુનિયામાં પિતા અને પુત્રીનો સંબંધ અલગ હોય છે. બંને એક બીજા સાથે લાગણીના એ દોરથી જોડાયેલા છે જેને કોઈ સમજી શકતું નથી. દીકરીઓની ખુશી માટે પિતા કંઈ પણ કરવા તૈયાર હોય છે તેથી દીકરીઓ પણ પિતાની સામે કોઈનું સાંભળતી નથી.

બંનેના આ સંબંધનું વર્ણન કરતો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેને પૂજા અવંતિકા નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વાયરલ વીડિયોમાં, એક નાની છોકરી જ્યારે તેના પિતાને સ્વિગીમાં નવી નોકરી મળે છે ત્યારે તે એટલી ખુશ થાય છે કે તે ખુશીથી કૂદી પડે છે અને તેના પિતાને ગળે લગાવે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો પ્રેમ મળી રહ્યો છે. યુઝર્સ પિતા-પુત્રીના પવિત્ર અને જુસ્સાભર્યા સંબંધો પર ઘણું બધું લખી રહ્યા છે અને શેર કરી રહ્યા છે.

વીડિયોમાં શું છે?

વીડિયોમાં જોવા મળે છે કે એક નાની બાળકી આંખો બંધ કરીને ઉભી છે. તેના પિતા સ્વિગીની ટી-શર્ટ સાથે તેની સામે ઉભા છે. પિતાની નવી નોકરી વિશે સાંભળીને દીકરીની આંખ ખૂલે કે તરત જ તે ખુશીથી કૂદી પડે છે અને તેને ગળે લગાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Scroll to Top