900 બેડની નવી કોવીડ હોસ્પિટલ અમદવાદમાં તૈયાર, પેરામેડિકલનો 75 જણાનો સ્ટાફ દર્દીઓની સેવા

દિવસેને દિવસે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે તેમા પણ અમદાવાદ જેવા શહેરોમાં તો જાણે કે કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓ માટે નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જ્યા સરકાર દ્વારા બીજા 900 બેડની સુવીધા ઉભી કરવામાં આવી છે. જેથી ત્યા પણ દર્દીઓ હવે સારવરા લઈ શખશે.

અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આ સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યા 25 ડૉક્ટરોની સાથે 75 પેરામેડિકલ સ્ટાફ દર્દીઓની સેવા કરશે. ગુજરાત યનિવર્સિટીનું કન્વેન્શન સેન્ટર 132 ફુટ રિંગરોડ પર આવેલ છે. અહીયા દર્દીઓમાટે ખાસ સુવીધાઓ પણ મુકવામાં આવી છે. જેથી કરીને તેમને વધારે તકલીફ ન પડે.

અહીયા દર્દીઓ માટે 500 પથારી વધારી શકાય તેવી સુવીધા પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા અહીયા 150 વેન્ટિલેટરની સુવીધા પણ રાખવામાં આવી છે. સાથેજ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીન જેવી સુવીધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. એટલેકે અહીયા કોરોનાના દર્દીઓને તમામ પ્રકારની સુવીધા સરકાર દ્વારા આપવામા આવશે.

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આ હોસ્પિટલનું સંચાલન કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. સાથેજ તેમણે હોસ્પિટલમાં તમામ સુવીધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારને પણ વિનંતી કરી હતી. જેથી વડાપ્રધાન મોદી અને ગૃહમત્રી અમિતશાહ દ્વારા સરકારની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને તેમની મદદ કરવામાં આવી છે. જેથી મુખ્યમંત્રીએ પણ કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.

આગામી બે સપ્તાહમાં આ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે જેની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માને આપવામાં આવી છે. હાલ રાજ્યમાં જે રીતે કોરોનાની સ્થિતી વકરી છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કારણકે મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફુલ થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે 900 બેડની આ હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સુવીધાઓ આપવામાં આવશે. સાથેજ હોસ્પિટલમાં દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઉપરાંત પેરામેડિકલ સ્ટાફ અને ડૉક્ટરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે આ હોસ્પિટલમાં ઈનટેન્સિ અને ક્રિટિકલ કેર જેવી સુવીધા પણ આપવામાં આવશે.

Scroll to Top