બનાસકાંઠાથી ભાજપના સાંસદ પરબત પટેલની સોશિયલ મીડિયામાં કથિત સેક્સ ક્લિપ અને તસ્વીરો વાયરલ કરવામાં આવી છે. તેમ છતાં પરબત પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમના ફોટોસ સાથે એડિટિંગ કરીને ખોટો વિડીયો બનાવાયો છે.
આમ આદમી પાર્ટીના કાર્યકતા મધાભાઇ પટેલ દ્વારા થોડા દિવસ પહેલા ‘નેતાજી પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગરેલિયા માણતા ઝડપાયા’ આ જાહેરાત બાદ જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જ્યારે ગઈકાલના મોડી રાત્રે જ આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ તેમના સાંસદ પરબત પટેલના પુત્ર દ્વારા આ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં માધાભાઇ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકતા મધા પટેલે થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ શેર કરી હતી કે, ‘નેતાજીનો સેક્સ વિડીયો 4.6 મિનીટનો છે, તેમાંથી 1 મિનિટનો કટિંગ વિડીયો 15 ઓગસ્ટના દિવસે 12:39 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરાશે.
વિડીયોમાં દેખાઈ રહેલ આ કથિત વ્યક્તિને બનાસકાંઠાના સાંસદ તરીકે ચીતરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો અને તસ્વીર અંગે ન્યુઝ ચેનલ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. આ કથિત ક્લિપ વર્ષ 2016 માં પાલનપુરના સર્કિટ હાઉસની હોવાની ચર્ચા થઈ રહી છે. ગત અઠવાડિયે આ વીડિયોના અશ્લિલ ફોટોસ પણ વાયરલ કરાયા હતા.