વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ સાપ પકડતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘”‘ ખડ શીતળો ” ‘ આજે “સાપ” પણ સરનામું ભૂલ્યો.,”એરૂ” પકડતા ય આવડે હો ભાઈ.!’
આ મામલે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને અત્યંત ઝેરી રસેલ્સ વાઇપર આવી ગયો હતો. રાજકારણના ખેલાડીએ તે ઝેરી સાપને પણ વશમાં કરી લઇને લોકોને અચંબામાં મુકી દીધા હતાં. પરેશભાઇના આ સાહસથી તેમના સ્ટાફે પણ મોંમાં આંગળા નાંખી દીધા હતાં. તેમણે થોડી જ સેકન્ડોમાં સાપને પકડીને નજીકના નિર્જન સ્થળે છોડી આવ્યાં હતાં. નોંધનીય છે કે પરેશભાઇને સાપ પકડવાનો પણ શોખ છે.
“‘ ખડ શીતળો “‘
આજે “સાપ” પણ
સરનામું ભૂલ્યો.,“એરૂ” પકડતા ય
આવડે હો ભાઈ.! pic.twitter.com/88y8ufISDz— Paresh Dhanani (@paresh_dhanani) July 10, 2018
આ પહેલા પણ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ઘણાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યાં છે. તેઓ ભેંસ દોહતા પણ નજરે પડ્યાં હતાં. તેઓનો હેલ્મેટ પહેર્યા વગર બુલેટ ચલાવવાનો વીડિયો પણ સામે આવ્યો હતો.
આ ઉપરાંત તેઓ સારા ક્રિકેટના ખેલાડી છે તેનો પુરાવો આપતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં આવ્યો હતો. આ બધા પછી હવે એકદમ અનોખો પરંતુ ખતરનાક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ઝેરી સાપ થોડી જ ક્ષણોમાં પકડી પાડે છે.