પરેશ રાવલ ઉડાવવા ગયા રાહુલ ગાંધીની મજાક અને પોતે ટ્રોલ થઈ ગયા

બોલિવૂડ અભિનેતા પરેશ રાવલ છેલ્લા થોડા સમયથી પોતની ફિલ્મો કરતાં વધારે  પોતાની ટ્વિટ્સને કારણે ચર્ચામાં છે. ક્યારેક તેમની પ્રસંશા થાય છે તો ક્યારેક તેઓ જાતે જ ટ્રોલ થઇ જાય છે. આ વખતે પણ તેમણે આવી જ ટ્વિટ કરી જેના કારણે તેઓ ટ્રોલ થયા છે.

હાલ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર બોલિવૂડનું ખાસ રિએક્શન મળતું નથી પરંતુ પરેશ રાવલે પહેલ કરી છે. પરંતુ તેઓ કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીને ટ્રોલ કરવામાં સફળ થાય તે પહેલા જ પોતે ટ્રોલ થઇ ગયા હતાં.

પરેશ રાવલે રાહુલ ગાંધીના નામના એક ફેક એકાઉન્ટની તસવીર શેર કરી હતી. ‘ફેક’ રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને પ્રતિ લીટરમાં લખવાને બદલે પ્રતિ કેજીમાં લખ્યું હતું. જે ટ્વિટને પરેશ રાવલે પોતાની વોલ પર શેર કર્યું હતું.

પરેશ રાવલની આ ટ્વિટને બે હજારથી વધારે લોકોએ રિટ્વિટ કરી છે. પરંતુ એફસોસ છે કે આ ટ્વિટ ફેક છે.

જે પછી ટ્વિટર યુઝર્સે પરેશ રાવલને વોટ્સએપ યુનિવર્સિટીનો વિદ્યાર્થી બનાવી દીધા.

લોકોએ પરેશ રાવલને એવું પણ કહ્યું કે તેઓ ફેક ટ્વિટ ડિલીટ કરી દે આ બધાને ખોટું જણાવે છે. પરંતુ હજી આ ટ્વિટ ડિલીટ થઇ નથી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here