અમદાવાદમાં આજથી બધી સલૂન શોપ બંધ, સંક્રમણને રોકવા AMC દ્વારા લેવાયો નિર્ણય

અમદાવાદમાં કોરોનાના વધતા જતા કેસ હવે એક ગંભીર સમસ્યા બની ગઈ છે જથી તંત્ર પણ હવે સંક્રમણને રોકવા માટે એક્શન મોડમાં આવી ગયું છે તંત્ર દ્વારા હવે સંક્રમણને રોકવા માટે નવા નિયમો બનાવામાં આવ્યા છે જેમા તેમણે શહેરના પાનના ગલ્લા તેમજ ચાની કીટલીઓ બંધ કરાવી છે ત્યારે વધુંમાં એ એમસી દ્વારા વધું એક નિર્ણય લેવામાં આવ્યો છે.

એએમસી દ્વારા સવારથી આજે સલૂનની દુકાનો બંધ કરવામાં આવી છે વિવિધ વિસ્તારોમાં જઈને એમએમસી દ્વારા બધીજ હેર સલૂનની દુકાનો બંધ કરાવામાં આવી હતી જોકે ચાની કિટલીઓ અને પાનના ગલ્લાની ડેમ હેર સલૂનની દુકાનો પણ ફરીથી ક્યારે ખોલવામાં આવશે તે વીશે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી.

મ્યુનિસિપાલ્ટીના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આઝે શહેરના મોટાભાગના પાનના ગલ્લા તેમજ ચાની લારીઓ બંધ કરાવામાં આવી છે સાથેજ એવી માહિતી સામે આવી છે કે જ્યા સુધી સંક્રમણ કાબૂમાં નહી આવે ત્યા સુધી પાનના ગલ્લા, ચાની દુકાનો અને હવે સલૂન શોપ બંધ રહેશે જ્યા સુધી એએમસી દ્વારા કોઈ પણ પ્રકારનો હુકમ ન થાય ત્યા સુધી તેમણે બંધ રાખવા આદેશ આપ્યો છે.

અગાઉ મ્યુનિસિપાલ્ટી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના લારી ગલ્લા બંધ કરાવામા આવ્યા હતા સાથેજ થોડાકજ સમયમાં તેમણે પાનના ગલ્લાઓ પણ બંધ કર્યા હતા આ મામલે મ્યુનિસિપાલ્ટીનું કહેવું છે કે સૌથી વધું લોકો પાનના ગલ્લે ભેગા થાય છે સાથેજ તેઓ સિગરેટ કે મસાલો ખાતી વખતે માસ્ક પણ પહેરતા નથી.

વધુંમાં મ્યુનિસિપાલ્ટી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકો પાનના ગલ્લે સોશિયલ ડિસટન્સીંગ પણ નથી રાખતા જેથી સંક્રમણને કાબૂમાં લેવા માટે આ નિર્ણયો લેવામાં આવ્યા છે જોકે પાનના ગલ્લા સલૂન શોપ અને ચાની કિટલીઓ આગામી કેટલા દિવસ બંધ રહેશે તે મામલે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી પરંતું વેપારીઓને બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાની સ્થિતી ખૂબજ ગંભીર છે ઠેર ઠેર કોરોનાને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. સાથેજ હોસ્પિટલોમાં દર્દીઓને જગ્યા પણ નથી મળી રહી. ઉપરાંત એમ્બ્યુલન્સ પણ 24 કલાક માટે વેઈટીંગમાં આવી રહી છે. જેના આ સીવાય ઘણી બધી જગ્યાએ તો ઓક્સિજનનો પણ અભાવ છે જેના કારણે દર્દીઓને ભારે હાલાંકીનો સામનો કરવો પડે છે જેથી તંત્ર દ્વારા હવે સંક્રમણને રોકવા માટે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે.

Scroll to Top