પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં ફાયરિંગ, 8 વિદ્યાર્થીઓના કરુણ મોત, ઘણાએ બારીમાંથી કૂદીને બચાવ્યો જીવ- જુવો વિડિયોમાં

રશિયાની પર્મ યુનિવર્સિટીમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફાયરિંગમાં 8 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા છે. પર્મમાં અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઘટનામાં 10 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ફાયરિંગ કરનાર શૂટરને સુરક્ષાદળો દ્વારા ઠાર કરી દેવામાં આવ્યો છે. ફાયરિંગ દરમિયાન વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદકો માર્યો હતો. પર્મ યુનિવર્સિટીના એક વીડિયો દ્વારા હાહાકાર સર્જાઈ ગયો છે.

હુમલખોરની ઓળખ તિમૂર બેકમાંસુરોવ તરીકે કરવામાં આવી છે. ફાયરિંગ પાછળ શું ઉદ્દેશ્ય હતો તે વિશે હાલ જાણકારી મળી નથી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જ્યારે પર્મ શહેર રશિયાની રાજધાની મોસ્કોથી 700 મીલ પૂર્વમાં આવેલ છે. રિપોર્ટ મુજબ સ્કૂલના સોશિયલ મીડિયાએ સોમવારની સવારે પરિસરમાં હાજર બધા લોકોને સચેત કરાયા હતા કે જો સંભવ હોય તો પરિસને છોડીને ચાલ્યા જાવ અથવા તો ના હોય તો પોતાના રૂમને બંધ કરી નાખો. તપાસકર્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગોળીબારીમાં 8 લોકોના કરુણ મોત થયા છે અને ૧૦ ઇજાગ્રસ્ત થયેલ છે. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા એક વીડિયોમાં લોકો બારીમાંથી કૂદીને ભાગતા દેખાઈ રહ્યા છે.

Scroll to Top