રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલ ન્યુ ડે સ્પામાં કામ કરતા સંચાલક અને સ્ટાફ વચ્ચે બબાલ થઈ હતી. સ્પામાં કામ કરનાર 3 યુવતીઓ સામે બબાલ થઈ હતી. સ્પા સંચાલક સહિત અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કાચની બોટલ ફોડી નાખવાનું કહેવામાં આવ્યું છે. જેમાં એક યુવતી સહિત 2 વ્યક્તિઓને ઇજા થઈ હતી જેના કારણે તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દારૂના નશામાં સ્પામાં કામ કરતી યુવતીએ સિવિલમાં ખૂબ હંગામો કર્યો હતો. દારૂના નશામાં રહેલી ત્રણેય યુવતીઓને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી હતી.
શનિવારના સાંજના ન્યુ ડે સ્પામા દારૂની મહેફિલમાં માણવામાં આવી રહી હતી આ દરમિયાન બોલાચાલી થઈ ગઈ હતી. ત્યાર બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જ્યારે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલી યુવતીએ પણ હોસ્પિટલમાં ધમાલ મચાવી હતી તેવું જાણવા મળ્યું છે. યુવતીનો સિવિલમાં બબાલ કરતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
શનિવારના સાંજના કેટલાક યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જ્યારે તે સમયે સામાન્ય બોલાચાલી અંદરોઅંદર મારામારી સુધી પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરતા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ન્યૂ ડે સ્પામાં દારૂની મહેફિલમાં બોલાચાલી થતાં અંદરોઅંદર મારામારી થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ત્રણ યુવતી સહિત કુલ ચાર લોકો નશાની હાલતમાં મળી આવ્યા હતા. જેના કારણે તેમની વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.