પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતા પત્નીએ ભર્યું મોટું પગલું, જેણે જાણી તમારી આંખો થઈ જશે પહોળી

રાજસ્થાનથી એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં મહિલા લગ્ન બાદ અન્યના પ્રેમમાં પડી ગઈ અને ત્યાર બાદ તેનો ખરાબ અંત આવેલ છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કચોલા બ્લોકના બાલાપુર ગામમાં આ ઘટના બની હોવાની જાણકારી સામે આવી છે. જેમાં પ્રેમ પ્રકરણના કેસમાં આશ્ચર્યચકિત કરનારી જાણકારી પણ સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસને મહિલાના પતિની હત્યાના કેસમાં તપાસ દરમિયાન જાણકારી મળી છે કે, 22 ઓગસ્ટના રોજ ત્રણ લોકો માસ્ક પહેરીને 49 વર્ષના દેવી સિંઘના ઘરે બાઈક લઈને આવી પહોંચ્યા હતા. જેમાંથી એક વ્યક્તિ દ્વારા તેમનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું તો એક વ્યક્તિએ ત્યાંથી ભાગતા પહેલા તેમના પર કથિતરીતે ગોળીબાર પણ કર્યો હતો.

દેવી સિંઘની હત્યા તેમના વેપારના કારણે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું હતું અને તે ઘાંસચારો વેચવાનો વ્યવસાય પણ કરતા હતા. જ્યારે પોલીસ દ્વારા આ કેસની તપાસ શરુ કરવામાં આવી તો પોલીસને દેવી સિંઘ અને તેના પત્નીના સંબંધો ખરાબ હોવાની જાણકારી મળી હતી.

જ્યારે સંબંધોમાં તકરારની વિગતો સામે આવ્યા બાદ 49 વર્ષના દેવી સિંહની પત્ની પિંકી કનવરને પોલીસની ટીમ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. પિંકી દ્વારા પોલીસની પૂછપરછ દરમિયાન કહેવામાં આવ્યું કે, તેના પતિ સાથે તેના સંબંધ સારા નહોતા તેના પાછળનું કારણ એ હતું કે, તેના પતિ દેવીનું ગામની અન્ય એક મહિલા સાથે જ લફડું ચાલી રહ્યું હતું. દેવી સિંઘના અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ રહેલા હતા તેના કારણે તે પત્ની પિંકીને ઘરમાં વાપરવા માટે રૂપિયા પણ આપવામાં આવી રહ્યા નહોતા.

ત્યાર બાદ પિંકી દ્વારા પતિના બહારના લફડા અને પરિવારમાં પડી રહેલી મુશ્કેલીથી કંટાળીને આ બધામાંથી છૂટકારો મેળવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. પિંકી દ્વારા પોતાની સાથે બની રહેલી ઘટના અંગે તેના સગાને કહ્યું અને ત્યાર બાદ તેના સગાએ મળીને દેવીને મોતને ઘાટ ઉતારવાનું વિચારી લીધું હતું.

પિંકીને પડી રહેલી મુશ્કેલીઓને સાંભળીને તેના સગા કુલદીપ સિંઘને ગુસ્સો આવી ગયો અને તેને પિંકીની આ મુશ્કેલીમાંથી બહાર લાવવા તેના પતિની જ હત્યા કરવાનો પ્લાન બનાવી દીધો હતો.
પિંકી દ્વારા પોલીસ સમક્ષ કબુલવામાં આવ્યું હતું કે, તેણે પોતાના સગાને તેના પર પડી રહેલી મુશ્કેલીઓ તકલીફો અંગે વાત કરી હતી ત્યારે કુલદીપ દ્વારા દેવી સિંઘને સમાપ્ત કરવાનું વચન આપવામાં આવ્યું હતું.

તેના માટે 22 ઓગસ્ટની તારીખ નક્કી કરાઈ હતી. ત્યાર બાદ નક્કી કરેલા પ્લાન મુજબ ભીલવાડના કુલદીપ સિંઘે અન્ય બે લોકોને લઈને દેવી સિંઘના ઘરે પહોંચ્યો ગયો અને ત્યાં તેની ક્રૂર રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકની પત્નીની પૂછપરછ કરવામાં આવી ત્યારે પતિના આડા સંબંધનો ભાંડો ફૂટ્યો અને આખરે પત્નીએ ઘડેલા કાવતરાનો પણ પર્દાફાશ કરી દેવામાં આવ્યો હતો. રાજસ્થાન પોલીસ દ્વારા આ કેસમાં કુલદીપ સહિતના ત્રણ લોકોની ધરપકડ કરી લીધા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Scroll to Top