વધુ એક વખત દરેક લોકોને ચોંકાવી દેનાર કિસ્સો સામે આવ્યો આ કિસ્સા થી સ્વ કોઈ વિચારમાં પડી ગયું હતું.શહેરના વાડી ભાટવાડામાં રહેતી એક પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે.પરિણીતાએ ઝેરી દવા પીતા પહેલા એક ચિઠ્ઠી લખી હતી.આ ચિઠ્ઠીમાં તેણે પોતાના પતિને અન્ય બે યુવતોઓ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો ધડાકો કર્યો છે.તેમજ આ કારણથી તે આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું છે.ત્યારે પોલીસે બચી ગયેલી પરિણીતાની ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર ઘટના માં સામે આવ્યું છે કે પતિને અન્ય યુવતી સાથે આંખમીચોલી રમવાનો શોખ હતો.આવો જાણીએ સમગ્ર ઘટના વિશે.આ અંગેની વિગત એવી છે કે વાડી ભાટવાડામાં રહેતી તન્વી એ ગત સમોવારે સાંજે પિયરમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જોકે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા તે બચી ગઈ હતી.તન્વીએ પતિ સુરેશ અને સાસુ ફરિયાદ કરી હતી જેમાં અને ભૌમિકની બે ગર્લફ્રેન્ડ સામે પણ ફરિયાદ નોંધાવી હતી.દર કિસ્સા ની જેમ આમ પણ એવુંજ થયું સમય જતાં હવે પત્ની પતિને ગમતી ના હતી.તન્વીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના અને ભૌમિકના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા.લગ્નના થોડા સમય બાદ પતિએ તેને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું.
એટલું જ નહીં જાતિવિષયક અપમાનજનક શબ્દો પણ બોલતો હતો.ઉપરાંત સાસુએ પણ પોતાના પુત્રનું ઉપરાણું લઇને લાફો માર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે.અને સાસુ પણ અવાર નવાર ત્રાસ આપતી હોવાનું જણાવ્યું હતું.પત્ની નું કહેવું હતું કે પતિ ને એક નહીં પરંતુ અન્ય બે યુવતીઓ સાથે સબંધ હતા અને આજ કારણે તે મારી સાથે સમય વિતાવવા નું પસંદ કરતાં ના હતાં.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પતિએ તેની બે ગર્લફ્રેન્ડસ સાથેનો સબંધ નહીં તોડુ તેમ જણાવી છૂટાછેડાની માંગણી કરી હતી.પોલીસને પરિણીતાએ દવા પીતા પહેલાં લખેલી સૂસાઇડ નોટ પણ મળી હતી.ચિઠ્ઠીમાં જણાવ્યું હતું કે મેં જે કર્યુ છે તેની મમ્મી અને તેની ગર્લફ્રેન્ડસના લીધે કર્યુ છે.ત્યારે આ કિસ્સો ખુબજ ચર્ચામાં આવી ગયો હતો.