ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલ આજે ઊંઝાના ઉમિયા માતાજી (મંદિરે પહોંચ્યા હતા. તેમની સાથે ખોડલ ધામના ટ્રસ્ટીઓ પણ મંદિરે પહોંચતા સમયે ઊંઝા ઉમિયા ધામ દ્વારા વાજતે ગાજતે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાટીદાર સમાજની રાજકીય અને અધિકારી લેવલે નોંધ લેવાતી નથી. જે નોંધ લેવાય તે જરૂરી છે. તો ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ મણીભાઈ પટેલ ઉર્ફે મમ્મીએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ એક બીજાના ટાંટિયા ખેંચે નહીં અને સમાજને એક કરે તે જરૂરી છે.
આજની બેઠક કડવા અને લેઉઆ પાટીદાર સમાજ માટે ખૂબ અગત્યની સાબિત થશે. કારણ કે, ખોડલ ધામના નરેશ પટેલે સૌ પ્રથમવાર ઉમિયા ધામની મુલાકાત લીધી છે. અને બંને સંસ્થાઓએ ચિંતન બેઠક યોજી હતી. જેમાં કડવા અને લેઉઆ સમાજને એક મંચ પર લાવીને એક કરવા સૌએ હાંકલ કરી હતી. આ દરમિયાન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, પાટીદાર સમાજની રાજકીય અને અધિકારી લેવલે નોંધ લેવાતી નથી. જે નોંધ લેવાય તે જરૂરી છે.
ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવો જાેઇએ. સંરપંચથી સાંસદ સુધી પાટીદાર હોવો જાેઇએ. તો ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ મણીભાઈ પટેલ ઉર્ફે મમ્મીએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ એક બીજાના ટાંટિયા ખેંચે નહીં અને સમાજને એક કરે તે જરૂરી છે. કડવા અને લેઉઆ સમાજમાં રાજકીય સમજ આવે તે જરૂરી છે. બંને સમાજ એક થતા રાજકીય સમીકરણો પણ બદલાય તેવી શક્યતા છે.
ઊંઝામાં આજે કડવા અને લેઉઆ પાટીદારોની બેઠક મળી જેમાં બન્ને સમાજ વચ્ચે સમરસતા વધે, સાથે-સાથે સામાજિક અને રાજકીય મહત્વ વધે તે મુદ્દા પર વિષેશ ચર્ચા કરવામાં આવી હતી. આવનારા સમયમાં બન્ને પાટીદાર સમાજ એક થઈને વ્યક્તિગત નહિ પણ સમાજના ઉત્થાનનાં કાર્ય કરશે. આ બેઠક થી સમાજની એકતાને ચોક્કસ વેગ મળશે એવું પાટીદાર આગેવાનો જણાવી રહ્યા હતા.
ઊંઝામાં કડવા પાટીદાર સમાજનું ભવ્ય ઉમિયા માતાજી મંદિર છે ત્યારે લેઉઆ પાટીદારના કુળદેવી ખોડિયાર માતાજીનું મંદિર નહિ હોવાથી લેઉઆ સમાજને ઉત્તર ગુજરાતમાં મજબૂત કરવા પાટણ જિલ્લાના સંડેરમાં ખોડલધામનું આયોજન થઈ રહ્યું હોવાનું હાલમાં સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.