કોરોનાના દર્દીએ હોસ્પિટલમાંજ આપઘાત કર્યો, ઓક્સિજન પાઈપ ગળે વિટાળીને મોતને વ્હાલું કરી લીધું

કોરોનાને કારણે હાલ લોકોમાં ભયનો માહલો ફેલાઈ ગયો છે. દિવસમાં આ શબ્દ લોકો એટલી વાર સાંભળી રહ્યા છે. જેના કારણે ઘણા લોકોની મગજ પર આ શબ્દનો ભય ફેલાઈ ગયો છે. ત્વારે વધુંમા કઈક એવોજ બનાવ સામે આવ્યો છે રાજકોટમાં. જ્યા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટીવ દર્દીએ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું છે.

રાજકોટના મવડી ચોકડી પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં બપોરના સમયે દર્દીએ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું. જે મામલે હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ સ્થળ પર તુંરત દોડીને પહોચ્યો હતો. જ્યા તેમણે દર્દીને મૃત અવસ્થામાં જોયો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી.

મૃતક દર્દીએ એક્સિજનની નળી બારીમાં બાંધી હતી અને ત્યાથી ગળે ફાંસો ખાધો હોવાનું સામે આવ્યું છે. તે ગત 13 તારીખે પોતાની સારવાર કરવા માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેથી તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની માનસીક સ્થિતી બગડી ગઈ જેના કારણે તેમણે આવું પગલું ભર્યું.

હોસ્પિટલ સ્ટાફ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે મૃતક દર્દી બચી જશે કે નહી બચે તેનું વારંવાર રટણ કરતો હતો. અને પછી અચાનકતેમને શું થયું કે તેમણે ઓક્સિજનની નળી બારીની ગ્રીલમાં બાંધીને અચાનક આપઘાત કરી લીધો. તેને એક પુત્ર પણ હતો જેથી તેના આપઘાતને કારણે તેના પુત્રએ પણ તેના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

અગાઉ આ રીતે રાજકોટની હોસ્પિટલમાં કામ કરતી નર્સે પણ મોડી રાતે ગળે ફાંસો ખાઈને લીધો હતો. જોકે તે સમયે હોસ્ટેલમાં રહેતી અન્ય યુવતીએ તેને તુરંત નીચે ઉતારી પરંતું સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જોકે તેણે પણ આ પગલું શા માટે ભર્યું હતું તે કારણ હજુ પણ અકબંધ છે. જેથી પોલીસે તે કેસમાં પણ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાને કારણે લોકોની માનસીક સ્થિતી પર તેની ગંભીર અસર પડી રહી છે. તે વાતને આપણે નકારી ન શકીએ. દિવસે દિવસે વધતા જતા સંક્રમણને કારણે લોકોની માનસીક સ્થિતી ખોરવાઈ રહી છે. સાથેજ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે જેના કારણે લોકોની રોજગારી પણ છીનવાઈ રહી છે. જેના કારણે લોકો માનસીક રીતે કંટાળી ગયા છે.

Scroll to Top