પત્ની ગઈ હતી પિયરે, શિક્ષકે 8 વર્ષની બાળકી સાથે દોઢ મહિના સુધી કર્યું દુષ્કર્મ

મેટ્રો શહેરોમાં ગુનાખોરીના આંકડાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક મહારાષ્ટ્રના કલ્યાણમાં માનવતા માટે શરમજનક બાબત સામે આવી છે. અહીં પોલીસે 8 વર્ષની બાળકી પર બળાત્કાર કરવા બદલ એક શિક્ષકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી શિક્ષક છેલ્લા દોઢ મહિનાથી બાળકીની જાતીય સતામણી કરી રહ્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શિક્ષકનું નામ મુદર તાલવાલા છે. તે બાળકોને ઘરે ટ્યુશન આપે છે. મુદરની પત્ની સાસરે ગઈ હતી. ત્યારથી તે બાળકીનું જાતીય શોષણ કરતો હતો.

15 વર્ષની છોકરી પર 29 લોકોએ આચર્યું દુષ્કર્મ

આ અગાઉ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી દુષ્કર્મની ખૂબ જ ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. આરોપ છે કે આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે બે સગીર સહિત 29 લોકોએ પંદર વર્ષની સગીર છોકરી સાથે અનેક વખત સામુહિક દુષ્કર્મ કર્યું હતું.

26 લોકોની કરી ધરપકડ

પીડિતાએ મનપાડા પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો અને પોતાની અગ્નિપરીક્ષા સંભળાવી. આ પછી પોલીસે 29 લોકો સામે કેસ નોંધ્યો હતો. પોલીસ અનુસાર, 2 સગીર સહિત 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સગીર પર બળાત્કાર કરનાર લોકોમાં તેના પરિચિતો પણ હતા, તેઓએ ડોમ્બિવલી, રબાલે, મુરબાદ, બદલાપુર અને અન્ય કેટલાક સ્થળોએ અલગ અલગ પ્રસંગોએ તેની સાથે જાતીય શોષણ કર્યું હતું.

Scroll to Top