આજે એક ખુબજ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણે આખા અમદાવાદમાં હાહાકાર મચાવી દીધી હતી. આ ઘરના એ જોત જોતા માંજ ખૂબ મોટું રૂપ ધારણ કરી લીધું હતું. અહીં વાત છે. અમદાવાદમાં આવેલ ખડીયા વિસ્તારની ખાડિયા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પરિણીતાએ તેના પતિ અને બે નણંદ સામે ફરિયાદ દાખલ કરી છે. તમને થતું હશે કે એક તો શું થયું હશે.તો આવો જાણીએ. સાથે સાથે મહિલાએ તેના પતિ અને તેની પ્રેમિકા સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપી છે.
આ ઘટનાનો ભોગ બનનાર મહિલાનું કહેવું છે કે તેના લગ્ન 16 વર્ષ પહેલા થયા હતા. તેના પતિ મણિનગરની એક ક્લબમાં મેનેજર તરીકે નોકરી કરે છે. પરિણીતાને બે દીકરીઓ છે. બંને અભ્યાસ કરે છે. પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે તેને બે દીકરીઓ હોવાથી તેના નણંદ પિન્કી પંચાલ અને વૈશાલી ચુડાસમા તેને અવાર-નવાર મ્હેંણા-ટોંણા મારતા હતા અને તારા પેટે પથ્થરા જન્મ્યા છે તેમ કહેતા હતા. બંને આરોપીઓ ભોગ પીડિત મહિલાને તેના પતિ સાથે છૂટાછેડા લેવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. મહીલાનું કેહવું છે કે તેને ઘરમાં ખુબજ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે.
અહીં પરિણીતા મહિલાએ આક્ષેપ લગાવ્યો છે કે તેનો પતિ તેમની બહેનોના કહેવાથી છેલ્લા 11 વર્ષથી તેને નાની-નાની વાતો પર ગુસ્સે થઈને માર મારતો હતો. મહિલાનો એવો પણ આક્ષેપ છે કે તેના પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધ પણ છે. પતિને સાથે નોકરી કરતી એક યુવતી સાતે પ્રણય સંબંધો હોવાનો આક્ષેપ અરજીમાં કરાયો છે. મહિલાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને તેની પ્રેમિક સામે અરજી આપી, અન્ય એક અરજીમાં નણંદો છૂટાછેડા માટે દબાણ કરતો હોવાનો આક્ષેપ. મહિલા સાથે ઘરમાં ખરાબ વ્યવહાર કરવામાં આવે છે અને તેની સાથે નોકર જેવો વ્યવહાર કરવામાં આવે છે.
અહીં પીડીતાએ લખાયેલ ફરિયાદ પ્રમાણે 20 ઓક્ટોબરના રોજ મહિલાનો પતિ રાત્રે તેને ઘરમાં બંધ કરી બહાર જતો રહ્યો હતો. થોડા સમય પછી મહિલાએ અન્ય વ્યક્તિની મદદથી ઘરનો દરવાજો ખોલાવ્યો હતો અને તેના ભત્રીજા સાથે યુવતીના ઘરે પહોંચી હતી. આ સમયે મહિલાનો પતિ યુવતીના ઘરે હાજર હતો. આ મામલે મહિલાએ પહેલા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે પતિ અને યુવતી સામે અરજી આપી હતી. જે બાદમાં ખાડિયા પોલીસ સ્ટેશન ખાતે પતિ અને બે નણંદો સામે ફરિયાદ આપી છે. પરિવાર જાણોના ત્રાસથી મહિલા ઘણી વખત આત્મહત્યા પર પણ આવી ચૂકી હતી. પરંતુ તે પોતાનું મન મક્ક કરીને આ નર્ક જેવાં ઘરમાં રહેતી હતી.