સુરતમાં પત્નીના વિરહમાં પતિએ પુત્રી સાથે તાપી નદીમાં લગાવી છલાંગ

સુરત શહેરના સરથાણા વિસ્તારથી આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં પહેલા પત્ની દ્વારા ઝેર પી લીધા બાદ પતિ દ્વારા ૭ વર્ષની લઈને તાપી નદીમાં છલાંગ લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. તેમાં પણ આ આત્મહત્યાની બાબતમાં પતિનો બચાવ થયો છે.

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સાવકી પુત્રીને માર મારવાની બાબતમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં પત્ની દ્વારા ઝેર પી લેવાના કારણે ગભરાઈ ગયેલા પતિ દ્વારા ના ભરવાનું પગલું ભરવામાં આવ્યું હતું. પતિને લાગ્યું કે તેને જેલમાં જવું પડશે તેવું માનીને તે પુત્રી સાથે કાપોદ્રા નજીક આવેલ તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. જેમાં માછીમારો દ્વારા આ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો,પરંતુ માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે બીજી તરફ પત્નીનું પણ ઝેર પી લેવાના કારણે મોત થયું હતું.

નોંધનીય છે કે, જૂનાગઢના લીલવા ગામના વતની અને અત્યારે સરથાણા વિસ્તારમાં આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં રહેનાર રત્નકલાકાર સંજય ભાણજીભાઈ તળાવિયાની પ્રથમ પત્ની જલ્પા સાથે છૂટાછેડા લઇ લીધા હતા. જ્યારે જલ્પાથી તેમને 7 વર્ષીય જિયા નામની દીકરી પણ હતી જે પિતા સાથે જ રહેતી હતી.

સંજય દ્વારા રેખાબેન સાથે બીજા લગ્ન કરવામાં આવ્યા હતા પરંતુ જિયાના મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. જેના કારણે કંટાળીને લીધે રેખાબેન દ્વારા અનાજમાં નાખવાની દવા પી લેવામાં આવી હતી અને તેમનું મોત થયું હતું. તેના કારણે સંજય ભયભીત થઈ ગયો હતો. પત્ની દ્વારા આત્મહત્યાના પ્રયાસ કરવા પર તેને જેલ જવું પડશે તેમ માનીને તેને પણ આત્મહત્યા કરવા માટે દીકરી જિયાને લઈને સવજી કોરાટ બ્રિજ પાસે ભવાની સોસાયટી નજીક તે ચાલ્યો ગયો હતો.

બ્રીજ પર સંજય દ્વારા દીકરી સાથે નદીમાં ઝંપલાવી દેવામાં આવ્યું હતું અને તેમાં દીકરીનું કરુણ મોત થઈ ગયું હતું. પરંતુ સંજયનો જીવ માછીમારો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ સંજયને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યારે કાપોદ્રા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રેખા જીયાને મારતી હતી અને તેને લીધે તેમની વચ્ચે ખુબ ઝઘડા થતા હતા. જયારે રેખાબેનનું હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું થયું હતું. મોડી સાંજના ફાયર બ્રિગેડને જીયાની લાશ મળી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા રેખાબેનનાં મોત મામલે અકસ્માત મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ જીયાની હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, રેખાબેને ઘરકંકાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. પત્નીના વિરહમાં સંજયે તેની પુત્રીને સાથે લઈને તાપી નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં જીયા પુત્રીનું મોત થયું હતું અને સંજયનો જીવ માછીમારો દ્વારા બચાવી લેવામાં આવ્યો અને અત્યારે સંજયની સરથાણા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયેલા છે. ઘટનાના કારણે માતા-પુત્રીનાં મોત અંગે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.

Scroll to Top