પાવાગઢ જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર, રોપ-વેના ભાડામાં કરવામાં આવ્યો તોતિંગ વધારો

ગુજરાતમાં પાવાગઢ, ગિરનાર અને અંબાજીના ગબ્બર ખાતે રોપ વેની સુવિધા લોકોને આપવામાં આવી રહી છે. જ્યારે ગિરનાર ખાતે રોપ વે ની સુવિધા ગયા વર્ષે જ શરૂ કરાયેલી છે. ઉદ્ઘાટન સમયે ગિરનાર રોપ વેના ભાડાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રોપ વેનું સંચાલન કરનાર કંપની તરફથી ભાડામાં સામાન્ય ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે હવે પાવાગઢને લઈને સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ ખાતે રોપ વેના ભાડા માં વધારો કરવામાં આવ્યો છે. ઉષા બ્રેકો નામની કંપની દ્વારા પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

પાવાગઢ ખાતે રોપ વેની સેવાના ભાડામાં ઉષા બ્રેકો કંપની દ્વારા 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા અવરજવરની ટિકિટ પેટે 141 રૂપિયા લેવાતા હત હવે તેમાં 29 રૂપિયાનો વધારો કરતા હવે ટિકિટનો ભાવ 170 રૂપિયા થઈ ગયો છે. કંપની દ્વારા 2019 ના વર્ષમાં 116 રૂપિયામાંથી ભાડું વધારીને 141 રૂપિયા કરવામાં આવ્યું હતું. હવે ફરીથી કંપની દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ભાડામાં વધારો થવાની સાથે હવે રોપ વેમાં બેસીના માતાજીના દર્શન કરવા માંગનાર ભક્તોના ખર્ચમાં વધારો થશે.

ગયા વર્ષે ગીરનાર રોપ-વે શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં રોપ-વેની ટિકિટના ભાવ સાંભળ્યા બાદ ખૂબ વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ કંપની તરફથી ભાડામાં થોડો ઘટાડો કરવામાં આવ્યો હતો. અત્યારે એક વ્યક્તિ માટે ટિકિટનો ભાવ 700 રૂપિયા રાખવામાં આવ્યો છે. 700 રૂપિયાની ટિકિટમાં એક વ્યક્તિ ઉપર જઈ અને પરત આવી શકે છે. જ્યારે બાળકો માટે આવવા અને જવાના ટિકિટનો ભાવ જીએસટી સહિત 350 રૂપિયા રાખવામાં આવ્યો છે.

તેમ છતાં જો કોઈ વ્યક્તિએ એક તરફની મુસાફરી કરે છે તો તેણે જીએસટી સાથે 400 રૂપિયા ચૂકવવા પડશે. તેની સાથે પાંચ વર્ષ સુધીના બાળકોની કોઈ ટિકિટ લેવાતી નથી. બાળકોની ટિકિટમાં પાંચથી 10 વર્ષની વચ્ચેના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 10 વર્ષથી વધુની ઉંમરના બાળકોની ફૂલ ટિકિટ લેવી પડશે. દિવ્યાંગ તેમને ડિફેન્સ વ્યક્તિઓને ટિકિટમાં કન્સેશન આપવામાં આવશે. જ્યારે તેના માટે આઈડી કાર્ડ ફરજિયાત બતાવવું પડશે.

Scroll to Top