ગુજરાત ટાઇટન્સ માટે આજની મેચ નિર્ણાયક, PBKSના આ 3 ખેલાડીઓ બનશે મુસીબત

PBKS vs GT: IPL 2022માં આજે (3જી મેના રોજ) ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચમાં પંજાબ કિંગ્સને ત્રણ ખેલાડીઓ જીત અપાવી શકે છે. આ ખેલાડીઓ માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી નાંખે છે.

IPL 2022 ની સફર લગભગ અડધી થઈ ગઈ છે. આજે (3 મેના રોજ) ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે. IPL 2022માં પંજાબ કિંગ્સે 9માંથી 4 મેચ જીતી છે. આવી સ્થિતિમાં જો પંજાબે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખવી હોય તો તેને ગુજરાત સામે કોઈપણ સંજોગોમાં જીત નોંધાવવી પડશે. પંજાબ કિંગ્સ પાસે ત્રણ ખેલાડી છે જે તેને ગુજરાત સામે જીત અપાવી શકે છે.

1. શિખર ધવન

શિખર ધવન (Shikhar Dhawan) શાનદાર બેટિંગ માટે પ્રખ્યાત છે. તેની પાસે તેવા દરેક બોલનો તોડ છે, જે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી શકે છે. ધવન ખૂબ જ સારી લયમાં જોવા મળી રહ્યો છે. તેનું બેટ રનનો ઢગલો કરી રહ્યું છે. શિખર ધવને આઈપીએલ (IPL) 2022ની 9 મેચમાં 307 રન બનાવ્યા છે. ધવનમાં એવી કળા છે કે તે કોઈપણ પીચ પર રન બનાવી શકે છે. તે ગુજરાત ટાઇટન્સ સામે મોટી ઇનિંગ્સ રમી શકે છે.

2. રાહુલ ચાહર

ભારતીય પીચો હંમેશા સ્પિનરો માટે મદદગાર રહી છે. પંજાબ કિંગ્સ પાસે આ પીચો પર કહેર વર્તાવવા માટે રાહુલ ચાહર છે. રાહુલ ચાહરની ગુગલીથી બચવું કોઈના માટે આસાન નથી. રાહુલ ચાહર ખૂબ જ આર્થિક બોલર સાબિત થાય છે. તેની ચાર ઓવર હાર અને જીત વચ્ચેનો તફાવત નક્કી કરે છે. રાહુલે IPL 2022ની 9 મેચમાં 12 વિકેટ લીધી છે.

3. અર્શદીપ સિંહ

પંજાબના બોલિંગ આક્રમણમાં અર્શદીપ સિંહ (Arshdeep sigh) મહત્વની કડી છે. તે ઇનિંગ્સની શરૂઆતમાં વિકેટ લેવા માટે જાણીતો છે. જ્યારે પણ કેપ્ટન મયંક અગ્રવાલને વિકેટની જરૂર હોય છે. તેણે અર્શદીપ સિંહના હાથમાં બોલિંગ આપી છે.. અર્શદીપ તેની ઘાતક બોલિંગ માટે પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં તે પંજાબ કિંગ્સને ગુજરાત ટાઇટન્સ સામે જીત અપાવી શકે છે.

Scroll to Top